________________
તત્ત્વ શાસ્ત્ર: જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-૪
મનુષ્યદેવલોકમાં કે નરકમાં નથી જતા; આ વાત ભગવતી સૂત્રના ગમ્મા શતકથી સ્પષ્ટ થાય છે. (૧૦) નવમાથી બારમા દેવલોકના અનેક વર્ષના અંતરને સમજાવતા કહ્યું છે કે સંયમ ગ્રહણ કર્યા વિના ત્યાં કોઈ જીવ ઉત્પન્ન થતા નથી, જો કે ૧રમાં દેવલોક સુધી શ્રાવક, મિથ્યાદષ્ટિ અને ગોશાલક પંથી પણ જઈ શકે છે. (૧૧) દેવલોકમાં જીવ પાંચ સ્થાવરના રૂપમાં અનંતવાર ઉત્પન્ન થયો છે, આ કથન સૂક્ષ્મ સ્થાવરની મુખ્યતાથી છે. તોપણ દેવલોકમાં બાદર તેઉકાય પણે ઉત્પન્ન થાય છે, તેવું કથન કરેલ છે. જોકે બાદર તેઉકાય અઢીદ્વીપમાં જ હોય છે. (૧૨) દેવોના જઘન્ય અંતરના વિષયમાં ક્યાંકથી ગાથા ઉદ્ધત કરી આગમ વિરુદ્ધ કથન કરી દીધું કે આઠમા દેવલોક સુધી ૯ દિવસની ઉંમરવાળા મનુષ્ય ઉત્પન્ન થાય અને બીજા દેવલોક સુધી અંતર્મુહૂર્તની ઉંમરવાળા મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે એવું પ્રરૂપણ કર્યું છે, પરંતુ મનુષ્ય તો એક મહિના અથવા અનેક વર્ષ સુધી દેવલોકમાં જતા જ નથી. અંતર્મુહૂર્ત અને ૯ દિવસનો પ્રશ્ન જ ક્યાં છે? (૧૩) પુરુષવેદની કાયસ્થિતિ પ્રજ્ઞાપના જીવાભિગમમાં જઘન્ય અંતર્મુહૂર્તની કહી છે. છતાં પણ કહી દીધુ કે એક સમય હોવું જોઈએ, જોકે તે આગમથી વિરુદ્ધ કથન થઈ રહ્યું છે. (૧૪) અષાયની કાયસ્થિતિ એક સમયની સૂત્રોમાં સ્પષ્ટ છે છતાં પણ વિવેચનમાં એક સમયની સ્થિતિવાળા પાઠના સામે હોવા છતાં પણ અંતર્મુહૂર્તના વૃદ્ધવાદને સાચા કહી દીધા છે. (૧૫) પંચેન્દ્રિયની કાયસ્થિતિ ૧૦૦૦ સાગરોપમ સાધિક સૂત્રોમાં કહી છે અને પરંપરામાં પ્રસિદ્ધ છે. ટીકાકારે પોતે પ્રજ્ઞાપના પદ ૧૮માં એની ટીકા કરી છે. જીવાભિગમ પડવર૪ માં પણ ૧૦૦૦ સાગરોપમની ટીકા કરી છે છતાં પણ જીવાભિગમ સર્વ જીવ પરિવત્તિ ૯માં એની કંઈ પણ નિર્દેશ ચર્ચા કર્યા વગર અનેક સો સાગરની ટીકા કરી દીધી છે. (૧૬) વાભિગમ સૂત્રની નવ પ્રતિપત્તિઓની શરૂઆતના પાઠની વ્યાખ્યામાં આદેશનો “અપેક્ષા” અર્થ કરતાં વાદી પણ કહેવાનું શરૂ તો કર્યું પરંતુ એકાંત વાદી કહેવા સુધી નથી પહોંચ્યા. એના પછી આગળ પરિવત્તિ બીજામાં સ્ત્રી વેદીની કાયસ્થિતિના પાંચ પ્રકારમાં વાદી કહેવાનું શરૂ કર્યું અને પછી એકાંત, વાદી'ના આગ્રહભર્યું પ્રરૂપણવાળું વિવેચન કરી દીધું અને સૂત્રકર્તા આચાર્યોમાં પાંચ મતભેદ બતાવી દીધા, જે અસંગત છે.જુઓ– પરિશિષ્ટ-૧, પૃષ્ઠ–8. (૧૭) જીવાભિગમ પ્રતિપત્તિ બીજીના પાંચમા આદેશનાવિવેચનમાં (૧) સ્ત્રીના લગાતાર ૯ ભવ હોવાનું બતાવી દીધુ (ર) જળચર, ઉરપર, ભુજપર ના આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org