________________
| તત્ત્વ શાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-૪
SC
life
ધનુષ્યની કહી છે. તો ત્યાં પ્રયુક્ત પુદત્ત શબ્દથી એક સાથે બે ધનુષવાળા પણ ગ્રહિત થાય છે અને ૫૦૦ ધનુષ્યવાળા પણ આવી જાય છે. સાર:- આગમોક્ત આ પુદત્ત શબ્દને થોકડામાં પ્રત્યેક શબ્દથી કહેવું સર્વથા અનુપયુક્ત છે તેથી ઉપરોક્ત પ્રમાણોનું ચિંતન મનન કરીને, વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ. પૃથકત્વના સ્થાને પ્રત્યેક કે બેથી નવનો પ્રયોગ ન કરવો જોઈએ. અનેક શબ્દથી સર્વત્ર કથન કરવું જોઈએ.
આગમોકારોએ જ્યાં ચોક્કસ સંખ્યાનું કથન ન કર્યું હોય ત્યાં આગમ આધાર વિના ચોક્કસ સંખ્યાનું કથન કરવું તે યોગ્ય નથી. તેથી જ પ્રત્યેક વર્ષ, પ્રત્યેક કરોડ વગેરે શબ્દપ્રયોગના સ્થાને અનેક વર્ષ, અનેક કરોડ વગેરે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. Fી પરિશિષ્ટ-૪ .
છદ્મસ્થોની ભૂલ એક અનુપ્રેક્ષણ ) અનેકાંત સિદ્ધાંત યુક્ત વીતરાગ માર્ગથી એકાંત વાતનો રોગ દૂર રહે છે. એકાંતવાદ મુશ્કેલીનો જનક છે. જ્યારે અનેકાંતવાદ મુશ્કેલીનો શોધક છે. | સર્વજ્ઞતા પૂર્વની છદ્મસ્થ અવસ્થાના સામાન્ય અથવા વિશિષ્ટ જ્ઞાની આદર્શ ગુણોથી સર્વજ્ઞ તુલ્ય જિન નહી પણ જિન સરખા, કેવલી નહીં પણ કેવલી સરીખા, એવી ઉપમા દ્વારા ઉપમિત કરાય છે. તેવા સર્વોચ્ચ છદ્મસ્થ જ્ઞાની પણ ભૂલને પાત્ર હોઈ શકે છે અને સરલતા પૂર્વક શુદ્ધિ પણ કરી શકે છે. માટે આગમ ઉપાશક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવક અને ગૌતમ ગણધરની ઘટેલી ઘટના આજે પણ ઉપલબ્ધ છે.
કોઈ છઘસ્થ ગમે તેવા વિદ્વાન હોય, જૈન શાસનમાં તેના માટે વ્યક્તિને મહત્ત્વ આપીને અંધાનુકરણ કરવામાં આવતું નથી. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર હોય છે. અર્થાત્ તેનાથી ભૂલ થવી સંભવ છે પણ અસંભવ નથી.
ભગવાન મહાવીરના દીર્ઘકાલના આ શાસનમાં કેટલાય મહાપુરુષોએ આગમ સેવા કરી છે, પોતાનું સમગ્ર જીવન આગમ સેવામાં સમર્પિત પણ કર્યુ છે. અનેકો એ અંગબાહ્ય આગમોની રચના કરી છે અને અનેક આચાર્યોએ ઉપલબ્ધ આગમની વિસ્તૃત વ્યાખ્યા પણ કરી છે. સર્વજ્ઞતાના અભાવમાં નાની-મોટી ભૂલો તેમનાથી પણ થયેલ છે. જિજ્ઞાસુઓની જાણકારી માટે થોડી વાતો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. જેને જાણીને અનુપ્રેક્ષણ (ચિંતન) કરવું જોઈએ કે કોઈ પણ
છધસ્થ આચાર્યનું કથન આગમ સાપેક્ષ ન હોય તો તેનો આગ્રહ રાખવો જોઈએ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org