________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કોઈપણ આગમ તત્ત્વથી તેમનું કથન વિપરીત હોય તો તેના પર ગંભીરતા પૂર્વક વિચારણા કર્યા બાદ સાચો નિર્ણય કરવો જોઈએ. પરંતુ ‘બાબા વાક્ય પ્રમાણ’ ની ઉક્તિ ચરિતાર્થ ન કરવી જોઈએ.
too
(૧) જીવાભિગમ અને પ્રજ્ઞાપના ટીકામાં અવધિદર્શનની કાયસ્થિતિ સમજાવવામાં વિભંગજ્ઞાનની કાયસ્થિતિનું ઉલ્લંઘન કરી દીધુ છે. નરકમાં ઉપયોગ લઈને આવવા અને લઈને જવાની બાબતનું પણ ઉલ્લંઘન કરેલ છે. આવી રીતે એક તત્ત્વને સમજાવવામાં બે ત્રણ સૂત્રોથી વિપરીત કથન થયું છે, કારણ કે કાર્યસ્થતિ જીવાભિગમ અને પ્રજ્ઞાપનાથી વિપરીત થઈ અને ઉપયોગનું કથન ભગવતી સૂત્રથી વિપરીત થયું છે.
(૨) અનેક પ્રમાણોથી બાËળ નો ‘અપેક્ષાથી’ એ અર્થ પ્રમાણિત અને શુદ્ધ છે. તોપણ સ્ત્રી વેદની કાયસ્થિતિમાં પાંચ મતાંતર કહેવાયા અને મતના પ્રરૂપક પણ અલગ-અલગ મનાયા છે. તેમઓનું આપસમાં સમાધાન થયું નથી તેથીસૂત્રમાં તે મતભેદ લખાયા છે એવું માની લીધું છે. ખરેખર તો જીવાભિગમ સૂત્રની આદેશ કહેવાની તે પદ્ધતિ જ છે. જેનું આલંબન સ્પષ્ટરૂપથી પ્રારંભમાં જ લીધું છે. (૩) દેવલોકની અવગાહના બતાવવામાં આગમથી વિપરીત વિવેચન કરી દીધુ છે. (૪) અપર્યાપ્તાની કાયસ્થિતિનું વિવેચન કરવામાં ભગવતી સૂત્રનું ગમ્મા શતકથી વિપરીત કથન છે.
(૫) પ્રજ્ઞાપના પદ ૧૨ અને ૨૧ની ટીકામાં વાયુકાયના પર્યાપ્તા જીવોના સંખ્યાતમા ભાગવાળા જીવો વૈક્રિય કરે છે એવું કહ્યું અને તાં 7 કહીને પ્રાચીન આચાર્યકૃત ગાથા દ્વારા સિદ્ધ પણ કર્યું છે; જોકે આગમમાં તેને અસંખ્યાતમા ભાગના કહ્યા છે. (૬) પ્રજ્ઞાપના પદ ૨૧ની વ્યાખ્યામાં સૂર્યના કિરણોનું અવલંબન કરીને આકાશમાં ગમન કરવાનું કહી દીધું છે. જે સ્પષ્ટત: આગમ અસમ્મત છે.
(૭) પ્રજ્ઞાપના પદ ર૩ ટીકામાં બહુલ નામની વનસ્પતિને પાંચ ભાવેન્દ્રિય હોય છે તેવું કથન કરેલ છે. જ્યારે તે જ સૂત્રના ૧૫મા પદમાં એકન્દ્રિયને એક દ્રવ્યેન્દ્રિય અને એક જ ભાવેન્દ્રિય હોવાનું સ્પષ્ટ કથન છે. આવી વિપરીત પ્રરૂપણા માટે પણ એવું કહ્યું છે કે- આથમેપિ પ્રોઅંતે । વાસ્તવમાં કોઈપણ આગમમાં આવું
કથન નથી.
(૮) અંતરદ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટ છે. જંબુદ્રીપની જગતિથી દૂર જલની મધ્યમાં તે સર્વ દ્વીપ સ્વતંત્ર આવેલા છે. તો પણ જગતિથી એક દાઢા નીકળી છે એવું બતાવે છે અને તે દાઢા પર તે દ્વીપો છે, તેવું કહ્યું છે.
(૯) દેવ-નારકનું અંતર્મુહૂર્તનું અંતર મનુષ્યના ભવથી સમજાવ્યું છે. જ્યારે દેવની સાથે મનુષ્યના અંતર્મુહૂર્તનો સંબંધ જ નથી. અનેક માસ કે અનેક વર્ષ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org