________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
હોય છે. તેના અંગોપાંગ સ્તન, જંઘા, હાથ, પગ, મુખ, નયન આદિ સુંદર અને સુદૃઢ હોય છે. તેનું વર્ણ-લાવણ્ય યૌવન સંપન્ન, અત્યંત દર્શનીય, અપ્સરા જેવું હોય છે.(શાસ્ત્રના મૂળપાઠમાં સ્ત્રીના પ્રત્યેક અંગોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તથા ૩ર લક્ષણ પણ બતાવ્યા છે.)
૩૪
ક્ષેત્ર સ્વભાવ અને મનુષ્યોનું જીવન :– (૧) તે મનુષ્યો પૃથ્વી, પુષ્પફળનો આહાર કરે છે. ત્યાં પૃથ્વી, પુષ્પફળનો સ્વાદ અતિ ઉત્તમ અને પૌષ્ટિક ગુણયુક્ત હોય છે. (૨) ગામ, નગર, ઘર આદિ હોતા નથી, પરંતુ વૃક્ષો જ સુંદર ભવન અને બંગલા જેવા હોય છે. (૩) વ્યાપાર-વાણિજ્ય, ખેતી આદિ કોઈ પણ પ્રકારના કર્મ હોતા નથી. (૪) સોના, ચાંદી, મણિ, ધન આદિ હોય છે, પરંતુ યુગલિક મનુષ્યને તેમાં મમત્ત્વ ભાવ નથી. (૫) રાજા, શેઠ, માલિક, નોકર આદિ સ્વામી-સેવકના ભેદ નથી. સર્વ મનુષ્યો અહમેન્દ્રની જેમ એક સમાન હોય છે. (૬) માતા-પિતા, ભાઈબહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, પુત્રવધુ આદિ સંબંધો હોય છે, પરંતુ તેમાં તેને તીવ્ર પ્રેમાનુરાગ હોતો નથી. (૭) શત્રુ વૈરી, ઘાતક, મિત્ર, સખા, સખી આદિ નથી.
(૮) કોઈ પ્રકારના મહોત્સવ, લગ્ન, યજ્ઞ, પૂજન, મૃતપિંડ, નિવેદનપિંડ આદિ ક્રિયાઓ નથી. (૯) નાટક, ખેલ આદિ નથી કારણ કે તેઓ કુતુહલ રહિત હોય છે. (૧૦) યાન, વાહન નથી. તેઓ પાદવિહારી હોય છે. (૧૧) હાથી, ઘોડા આદિ પશુ હોય છે, પણ તેનો ઉપયોગ મનુષ્યો કરતા નથી. (૧૨) સિંહ-વાઘ, બિલાડી, કૂતરા આદિ હોય છે પરંતુ તેમાં પરસ્પર સંઘર્ષ થતો નથી. તેમજ ત્યાંના મનુષ્યોને કિંચિત્ માત્ર પીડા પહોંચાડતા નથી.
(૧૩) ઘઉં આદિ ધાન્ય થાય છે. પરંતુ મનુષ્યો તેનો ઉપયોગ કરતા નથી.(૧૪) ખાડા-ટેકરા, ઉબડ-ખાબડ, વિષમ ભૂમિ તથા કીચડ આદિ નથી, ધૂળ -રજ ગંદકી આદિ નથી. (૧૫) કાંટા, કાંકરા નથી. (૧૬) ડાંસ, મચ્છર, માંકડ, જૂ, લીખ આદિ નથી (૧૭) સાપ, અજગર આદિ હોય છે. પરંતુ તે પણ ભદ્રપ્રકૃતિના હોય છે. માટે પરસ્પર અને મનુષ્યને પણ પીડા પહોંચાડતા નથી. (૧૮) વાવાઝોડું, આદિ કોઈ પણ પ્રકારની અનિષ્ટ ઘટનાઓ, ગ્રહણ, ઉલકાપાત આદિ કોઈ પણ અશુભ લક્ષણનો સંયોગ નથી.
(૧૯) વૈર, વિરોધ, લડાઈ, ઝઘડા, યુદ્ધ આદિ નથી. (૨૦) કોઈ પણ પ્રકારના રોગ, વેદના, પીડા આદિનથી. (૨૧) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ નથી. (૨૨) સોનું, ચાંદી, આદિ ખાણ, નિધાન કે સુવર્ણ આદિની વૃષ્ટિ પણ થતી નથી.
૫૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યનું આયુષ્ય જઘન્ય-ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય કરતાં જઘન્ય આયુષ્ય કંઈક અલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org