________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
દૂર છે ને જગતીથી પણ ૯૦૦ યોજન દૂર છે અને ૯૦૦ યોજનનો લાંબોપહોળો તથા ગોળ છે. આઠે ય પંક્તિઓના ૭-૭ અંતરદ્વીપ આ જ પ્રમાણે છે.
33
આ પ૬ દ્વીપોના કિનારા પર પદ્મવર વેદિકા(જગતીરૂપ) છે અને તેની ચારે તરફ વનખંડ છે, વનખંડમાં દેવ-દેવીઓનું આવાગન થાય છે, ત્યાં વિશ્રામ કરે છે અને આનંદની અનુભૂતિ કરે છે. દ્વીપની અંદર યુગલિક મનુષ્યો રહે છે.
ત્યાં વિવિધ પ્રકારના લતા-ગુલ્મ આદિ છે, અનેક શિલાપટ(બેસવાના બાકડા) છે. વિવિધ પ્રકારના વૃક્ષો સિવાય દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ (કલ્પવૃક્ષ) પણ વિપુલ માત્રામાં હોય છે. તે વૃક્ષો યુગલિક જીવો માટે સુખમય જીવન નિર્વાહના મુખ્ય આધારસમ છે. તે દસ વૃક્ષ આ પ્રમાણે છે.
દસ વૃક્ષ :- (૧) મન્નગા− માદક ફળવાળા (૨) ભૂંગા(ભાજન)– પાત્રના આકારના ફળવાળા (૩) તુટિતંગા- વાજિંત્ર વિધિ યુક્ત ધ્વનિ કરનારા (૪) દીપશિખા—દીપકની સમાન પ્રકાશ કરનારા (૫) જ્યોતિશિખા– સૂર્યજેવો પ્રકાશ કરનારા (૬) ચિત્રંગા–વિવિધ માળાઓ પ્રદાન કરનારા (૭) ચિત્તરસા—– વિવિધ પ્રકારની ભોજન સામગ્રીથી યુક્ત (૮) મણિમંગા– વિવિધ પ્રકારના આભૂષણ પ્રદાન કરનારા (૯) ગિહગારા–મકાનરૂપે ઉપયોગમાં આવી શકે તેવા. મનોનુકૂલ વિવિધ ભવનથી યુક્ત (૧૦) અણિયગણા– વિવિધ વસ્ત્ર વિધિથી યુક્ત.
આ વૃક્ષો વનસ્પતિકાયના હોય છે. તે વૃક્ષો દ્વારા યુગલિક મનુષ્યો તથા તિર્યંચ ઉપરોક્ત આવશ્યકતાઓની પૂર્તિ કરી લે છે. યુગલિકોની સંખ્યાની અપેક્ષાએ વૃક્ષોથી ઉપલબ્ધ વસ્તુઓની સંખ્યા અનેક ગણી વધારે હોય છે, તેથી યુગલિકોને કોઈ પણ વસ્તુની ઉણપ રહેતી નથી. આ વૃક્ષો પાસે કોઈ વસ્તુ માંગવામાં આવતી નથી પરંતુ તેનાથી ઉપલબ્ધ થતી વસ્તુઓનો સ્વયં ઉપયોગ કરવામાં આવે છે.
યુગલિક મનુષ્ય :– અંતરદ્વીપમાં રહેનારા યુગલિક મનુષ્યો સુસ્વરવાળા અને કોમળ ત્વચાવાળા, રજ મેલ રહિત નિર્મળ શરીરવાળા, ઉત્તમ નિરોગી શરીરવાળા, તથા સુગંધી નિઃશ્વાસવાળા છે. તેની અવગાહના ૮૦૦ ધનુષની હોય છે તથા તેને ૬૪ પાંસળી હોય છે. તે મનુષ્યો પ્રકૃતિથી ભદ્રિક, વિનીત, ઉપશાંત, સ્વાભાવિક રીતે જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, નમ્ર, સરલ, નિરહંકારી, અલ્પ ઈચ્છાવાળા અને ઈચ્છાનુસાર વિચરણ કરનારા હોય છે. તે મનુષ્યોને એકાંતરા આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
યુગલિક મનુષ્યાણી :– અંતરદ્વીપની યુગલિક મનુષ્યાણી સુજાત, સર્વાંગ, સુંદર અને સ્ત્રીના સર્વ ગુણોથી સંપન્ન હોય છે. ઉત્તમ બત્રીસ લક્ષણયુક્ત ઊંચાઈમાં પુરુષથી કંઈક ન્યૂન, સ્વાભાવિક શૃંગાર અને સુંદર વેશ યુક્ત હોય છે. તેનું બોલવું, ચાલવું, હસવું આદિ ચેષ્ટા સુસંગત હોય છે. યોગ્ય વ્યવહારમાં કુશલ, નિપુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org