________________
૪૦ 1
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
વાયુ શાંત હોય ત્યારે જલશિખા યથાવત્ રહે છે, તેમાં વૃદ્ધિ થતી નથી. સ્વાભાવિક રીતે દિવસમાં બે વખત જલશિખા વધે છે અને પુનઃ ઘટી જાય છે. પરંતુ આઠમ, ચૌદસ, પૂનમ, અમાસના દિવસે સ્વાભાવિક જ અતિશયરૂપમાં ઘણા સમય સુધી વધે છે અને ઘટે છે.
આ લવણશિખાના ઉછળતા પાણીને, અંદર બૂઢીપ તરફ અને બહાર ઘાતકીખંડ દ્વીપ તરફ અને ઉપર તરફ એમ ત્રણ દિશામાં ક્રમશઃ ૪૨,૦૦૦, ૭૨,૦૦૦ અને ૦,૦૦૦ નાગકુમાર દેવો રોકવાના હેતુથી દબાવે છે. તેમાં ચાર વેલંધર નાગરાજા છે– ૧. ગોસ્તૂપ, ૨. શિવક, ૩. શંખ, ૪. મનોશિલક. વેલંધર નાગરાજાના આવાસ પર્વતઃ– મેરુપર્વતથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં લવણ સમુદ્રમાં ૪૨,000 યોજન જવા પર ક્રમશઃ ગોસ્તૂપ આદિ ચારે નાગરાજાઓના ક્રમશઃ ચાર આવાસ પર્વત છે. ૧. ગોસ્તૂપ ૨. ઉદકભાસ, ૩. શંખ, ૪. દકસીમ. તે પર્વત સુવર્ણમય છે, ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તેના શિખર પર મહેલ છે. તે પર યોજન ઊંચા અને ર યોજન લાંબા-પહોળા છે. તેમાં સપરિવાર સિંહાસન આદિ વિજયદેવના પ્રાસાદની સમાન છે. તેની રાજધાની અન્ય લવણસમુદ્રમાં તે દિશામાં ૪૨,000 યોજન દૂર છે. તેનું વર્ણન વિજયા રાજધાની જેવું છે.
આ રીતે મેરુપર્વતથી ચારે વિદિશામાં અણુવેલંધર નાગરાજાઓના આવાસ પર્વત છે. તેના નામ– ૧. કર્કોટક, ૨. કર્દમક, ૩. કૈલાશ, ૪. અરુણપ્રભ. તે આવાસ પર્વત ચાંદીમય છે. દેવ, આવાસ, પર્વત, પ્રાસાદ અને રાજધાની તે તે નામવાળા છે. સુસ્થિતદેવ- મેરુપર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં ૧૨,૦૦0 યોજન દૂર ૧૨,૦૦૦ યોજનાનો લાંબો પહોળો અને ગોળ ગૌતમદ્વીપ છે. તે પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેની મધ્યમાં અતિક્રીડા નામનું ભવન છે. તેને સેંકડો સ્તંભો છે. ત્યાં સુસ્થિત દેવ રહે છે. ગૌતમદ્વીપથી પશ્ચિમમાં અન્ય લવણ સમુદ્રમાં કિનારેથી ૧૨,૦૦૦ યોજન દૂર સુસ્થિતા નામની રાજધાની છે. દેવોનો જન્મ, નિવાસ આદિ રાજધાનીમાં હોય છે પરંતુ તે આવાસ પર્વતો પર પ્રસંગાનુસાર આવાગમન કરે છે, બેસે છે અને ક્યારેક મર્યાદિત સમય માટે રોકાય પણ છે. ચંદ્ર સૂર્ય દ્વીપ :- જંબુદ્વીપના સૂર્ય-ચંદ્રના દ્વીપ આવ્યેતર લવણસમુદ્રમાં છે. આત્યંતર લવણ સમુદ્રના ચન્દ્ર-સૂર્યના દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં છે અને બાહ્ય લવણસમુદ્રના સૂર્ય-ચંદ્રના દ્વીપ બાહ્ય લવણ સમુદ્રમાં છે. ધાતકીખંડના ચંદ્ર સૂર્યના દ્વીપ કાલોદધિ સમુદ્રના અંદરનાકિનારા તરફ છે અને કાલોદધિ સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપ તેના બાહ્ય કિનારા તરફ છે. પુષ્કર દ્વીપના અને પુષ્કર સમુદ્રના સૂર્ય-ચંદ્રના દ્વીપ પુષ્કર સમુદ્રમાં છે. આ રીતે આગળ પણ સમજી લેવું. અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org