________________
તત્ત્વ શાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-ર
ક
પરિશિષ્ટ-ર
એક સમયની કાયસ્થિતિ : આગમિક વિચારણા
ભગવતી સૂત્ર, પન્નવણા સૂત્ર, જીવાભિગમ સૂત્રમાં કેટલાય ભાવોપરિણામોની એક સમયની કાયસ્થિતિ કહી છે. વ્યાખ્યાકારોએ તેને સમજાવવા માટે ક્યાંક મરણની અપેક્ષાથી અને ક્યાંક પરિણામોનું પરિવર્તન એક સમયમાં થઈ જાય છે, તેવું સ્પષ્ટીકરણ કર્યું છે. વ્યાખ્યાકારોએ ગમે તેમ કરીને આગમોક્ત કથનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
તે સર્વ કથનોને જોતાં તે સ્પષ્ટ થાય છે કે આત્માના કોઈપણ ઉદયજન્ય ભાવો એક સમયના હોય શકે છે. એક સમયમાં જ તેનો ઉદયભાવ પરિવર્તન પામી શકે છે, તેથી એક સમયની કોઈપણ સ્થિતિ મરણની અપેક્ષાએ જ હોય તેવું એકાંતે નથી. એક સમયની સ્થિતિ પરિણામોના પરિવર્તનની અપેક્ષાએ, ઉદયભાવના પરિવર્તનની અપેક્ષાએ અથવા મરણની અપેક્ષાએ તે ત્રણે અપેક્ષાએ હોય છે. યથા– જો સ્ત્રીવેદની એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ માનવામાં આવે તો પણ એક સમયનો સ્ત્રીવેદનો ઉદય સ્વભાવ તો માનવો જ પડશે અને સ્ત્રી વેદના પરિણામનું એક સમયમાં પરિવર્તન પણ માનવું જ પડશે. (૧) ભગવતી સૂત્ર શતક રપમાં પુલાક આદિ સર્વ નિયંઠામાં હાયમાન, વર્ધમાન અને અવસ્થિત પરિણામોની જઘન્ય એક સમયની સ્થિતિ કહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પરિણામો એક સમયના હોવા અને એક સમયમાં પરિવર્તિત થવા તે આગમકારોને માન્ય છે. તે સિવાય પુલાકનિગ્રંથમાં પણ એક સમયમાં પરિણામોનું પરિવર્તન થાય, તેમ કહ્યું છે અને પુલાક નિગ્રંથ અવસ્થામાં કાલધર્મ ન થાય તો પણ પરિણામ પરિવર્તિત થતાં રહે છે તે પણ માન્ય છે. માટે ટીકાકાર શ્રી અભય દેવ સૂરજીએ ભગવતી સૂત્રના રૂપમા શતકમાં સ્પષ્ટ કર્યું છે કે– કષાયાદિથી બાધિત થવાથી પુલાક નિગ્રંથના હાયમાન–વર્ધમાન અને અવસ્થિત પરિણામોમાં એક સમયની કાયસ્થિતિ બને છે. | સર્વ નિગ્રંથોના અવસ્થિત પરિણમની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સાત સમયની કહી છે. બકુશ આદિ નિગ્રંથોની એક સમયની સ્થિતિને સમજાવવા ટીકાકારે મરણની અપેક્ષાથી પણ ઘટિત કરેલ છે. તે કથનમાં તેઓએ પણ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. અર્થાત્ મરણની અપેક્ષાએ પણ એક સમયની સ્થિતિ ઘટે છે. અહીં “પણ” શબ્દથી સ્પષ્ટ થાય છે કે– એકાંત મરણની અપેક્ષાથી જ એક સમયની સ્થિતિ માનવી ટીકાકારને અભિમત નથી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org