________________
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આદેશ” શબ્દપ્રયોગ અપેક્ષા અને પ્રકાર અર્થમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે.
માન્યતા ભેદ કે મતાંતર આદિ બતાવવા માટે આગમમાં “આદેશ' શબ્દનો પ્રયોગ ક્યાં ય થયો નથી. ઉપલબ્ધ આગમોમાં માન્યતા ભેદના અનેક પાઠ છે, પરંતુ ત્યાં ક્યાંય પણ “આદેશ” શબ્દનો પ્રયોગ નથી. તે પ્રયોગ આ પ્રમાણે છે(૧) જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં વક્ષસ્કાર–૨. પૃષ્ઠ–પ૬૦માં કુલકરના વિષયમાં માન્યતા ભેદ માટે પતિ શબ્દ પ્રયોગ છે. (૨) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઋષભકૂટના વર્ણનમાં માન્યતા ભેદ પડંતર આ શબ્દ દ્વારા કહેવાયો છે. (૩) ઉત્સર્પિણીના ચોથા આરાના વર્ણનમાં મતભેદ અને પદ્ધતિ શબ્દથી પ્રગટ થયો છે. (૪) પ્રજ્ઞાપના પદ ૧૭માં જે મતિ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. (૫) વ્યવહાર સૂત્રમાં પૂર્વ ભાઈ પુન પર્વ તે પ્રમાણે પ્રયોગ છે. (૬) ભગવતી સૂત્રમાં માન્યતા ભેદના કથન માટે વેફ અપwત પમ મતિ Vચ્છા પૂmત એવો વાક્ય પ્રયોગ થયો છે. (૭) જ્ઞાતા સૂત્રમાં દેવને ઉપસ્થિત થવાના વર્ણનમાં પાંતર શબ્દ દ્વારા માન્યતા ભેદ કહ્યા છે.
આ પ્રકારે માન્યતા ભેદના કથનો આગમોમાં છે. તેમાં વિવિધ શબ્દ પ્રયોગ કે વાક્ય પ્રયોગ છે પરંતુ ક્યાંય “આદેશ” શબ્દ નથી તથા આ માન્યતા ભેદોમાં બે વિકલ્પ જ છે. અર્થાત્ બે થી અધિક માન્યતા ભેદના વિકલ્પો આગમમાં ક્યાંય નથી, પરંતુ આદેશ શબ્દ નંદી સૂત્રમાં ફક્ત એક વિકલ્પ માટે, ભગવતી સૂત્રમાં બે વિકલ્પ માટે અને જીવાભિગમ સૂત્રમાં તો ૪-૫ અને ૯ વિકલ્પ સુધી માણસ શબ્દ પ્રયુક્ત છે. અતઃ અનેક વિકલ્પો વાળી કાયસ્થિતિના પ્રસંગમાં આદેશ શબ્દને માન્યતા ભેદમાં ખપાવવો તે ઉચિત નથી. સાર – આદેશ શબ્દના અનેક વિકલ્પ, પ્રકાર અને અપેક્ષા એવો અર્થ કરવો જોઈએ. માન્યતા ભેદ અર્થ ન કરવો જોઈએ.
સારાંશ પુસ્તકોના વિષયોમાં કોઈપણ જિજ્ઞાસા હોય તો તેની ચર્ચા ક્યાં-ત્યાં ન કરતાં આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ.
નિવેદક - જીગ્નેશ બી. જોષી
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org