________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૪૧
દ્વીપના ચંદ્ર સૂર્યના દ્વીપા આગળના સમુદ્રની આત્યંતર વેદિકાથી ૧ર૦૦૦યોજન છે અને તે સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપા બાહા વેદિકાથી ૧૨000 યોજન અંદરની તરફ સમુદ્રમાં છે.
ચંદ્રના ચંદ્રદ્ધીપા પૂર્વદિશામાં છે અને સૂર્યના સૂર્યદ્વીપા પશ્ચિમ દિશામાં છે. તે સર્વ સમુદ્રી કિનારેથી ૧૨,000 યોજન સમુદ્રમાં છે. તે દ્વીપો ૧૨,૦૦૦ યોજના લાંબા-પહોળા અને ગોળ છે. તેની રાજધાની તે જ દિશામાં તે નામના અન્ય દ્વીપ સમુદ્રમાં છે.
અંતમાં જે દ્વીપ સમુદ્રના નામના દ્વીપ કે સમુદ્ર આગળ નહોય તો તે દ્વીપના ચંદ્ર-સૂર્યની રાજધાની દ્વીપવાળાની દ્વીપમાં અને સમુદ્રવાળાની સમુદ્રમાં છે, કિનારાથી અર્થાત્ વેદિકાથી અસંખ્ય અસંખ્ય યોજન દૂર છે, અથવા બંનેની રાજધાની તે જ સમુદ્રમાં છે. તેમાં દ્વીપવાળોની દ્વીપના આત્યંતર કિનારેથી અને સમુદ્રવાળોની સમુદ્રના બાહ્ય કિનારેથી અસંખ્ય યોજન દૂર સમુદ્રમાં છે. ઉપસંહારઃ- લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલું છે તથા શુભિત ઉછળતું છે. અન્ય સમુદ્રોનું પાણી સમતલ છે અને અશુભિત છે.
લવણ સમુદ્રમાં સ્વાભાવિક વરસાદ થાય છે. અન્ય સમુદ્રોમાં થતો નથી. ત્યાં અનેક અપ્લાય જીવો તથા પુદ્ગલોનો ચય-ઉપચય થાય છે. અનેક જીવો મરે છે અને નવા જીવો જન્મ ધારણ કરે છે. ગોતીર્થ-લવણ સમુદ્રનું પાણી કિનારાથી ક્રમશઃ ઊંડુ થતું જાય છે. ક્રમશઃ એક-એક પ્રદેશની ઊંડાઈ વધતા ૯૫ યોજન જતાં એક યોજનાની ઊંડાઈ વધે છે. આ રીતે
૫,000 યોજન જવા પર એક હજાર યોજન પાણીની ઊંડાઈ વધે છે. આ રીતે ક્રમશઃ વધતી ઊંડાઈના કારણે તેનો આકાર ગોતીર્થ સમાન છે. ઊંચાઈ પણ ૭00 યોજન ક્રમશઃ વધે છે. વચ્ચેના ૧૦,૦૦૦ યોજનના સમતલ ક્ષેત્રમાં લવણશિખા છે. જે સમભૂમિથી ૧૬,000 યોજન ઊંચી ગઈ છે. સદા શાશ્વત તેજ અવસ્થામાં રહે છે. અન્ય સર્વ સમુદ્રોમાં પાણીની ઊંડાઈ એક કિનારેથી બીજા કિનારા સુધી એક સમાન ૧૦૦૦ યોજનાની હોય છે. ગોતીર્થ અને ડગ-માળા જલશિખા અન્ય સમુદ્રોમાં નથી.
લવણ સમુદ્ર ગોતીર્થ સંસ્થાન, નાવા સંસ્થાન, અશ્વસ્કંધ સંસ્થાનથી સંસ્થિત ગોળ વલયકાર છે. ૧૬,000 યોજન ઊંચો ૧,000 યોજન ઊંડો અને ૧૭,000 યોજનનો સર્વાશે છે.
તેનું પાણી આટલું ઊંચું હોવા છતાં લોક સ્વભાવથી તથા મનુષ્ય, દેવ આદિના પુણ્યપ્રભાવથી અને ધર્માચરણી જીવોના ધર્મપ્રભાવથી તે જેબૂદ્વીપને જળબંબાકાર કરી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org