________________
જર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા
અન્ય દ્વીપ સમુદ્ર ધાતકીખંડ દ્વીપ – લવણ સમુદ્રની ચારે તરફ ઘેરાયેલો વલયાકારે ચાર લાખ યોજનના વિસ્તારવાળો ઘાતકીખંડ દ્વીપ છે. તેના બે વિભાગછે– પૂર્વ અને પશ્ચિમ, તેના બે માલિક દેવ છે, સુદર્શન અને પ્રિયદર્શન, તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તે દ્વીપના બે વિભાગ હોવાથી તેમાં ભરતાદિ ક્ષેત્ર અને પર્વત, નદી આદિ એક નામના બળે છે. ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. વિજય આદિ ચાર દ્વાર જેબૂદ્વીપના દ્વારની સમાન છે. તે ઘવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. કાલોદધિ સમુદ્ર :- ઘાતકીખંડને ચારેતરફ ઘેરીને વલયાકારે ૮ લાખ યોજન વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. તેના પણ બે વિભાગ છે અને કાલ, મહાકાલ નામના બે માલિક દેવ છે. તેમાં ૪ર ચંદ્ર અને ૪૨ સૂર્ય પ્રકાશ કરે છે. આ સમુદ્રનું પાણી પ્રાકૃતિક પાણીના જેવું અને સ્વાદિષ્ટ છે. પષ્કરદ્વીપ – ૧૬ લાખ યોજનના વિસ્તારવાળો, વલયાકાર કાલોદધિ સમુદ્રને ઘેરીને રહેલો પુષ્કરદ્વીપ છે. તે પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. તેના પણ પૂર્વ અને પશ્ચિમ બે વિભાગ, પા અને પુંડરીક નામના બે માલિક દેવ છે. પા, મહાપા નામના વૃક્ષો પર તેના પ્રાસાદાવર્તસક છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય આ દ્વીપમાં પ્રકાશ કરે છે. વિજય આદિ ચાર દ્વાર છે. આ દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર નામનો પર્વત છે. તેનાથી આ દ્વીપના આત્યંતર અને બાહ્ય બે વિભાગ થઈ જાય છે. આત્યંતર, વિભાગમાં જ ભરતાદિ ક્ષેત્ર છે. બાહ્ય વિભાગમાં એવા કોઈ ક્ષેત્ર આદિ વિભાજન નથી. તે બંને વિભાજીત ક્ષેત્રો આઠ-આઠ લાખ યોજન વિસ્તારવાળા છે. તે દરેક વિભાગમાં ૭ર ચંદ્ર અને ૭ર સૂર્ય છે. સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્ર :- અઢીદ્વીપ અને બે સમુદ્ર પર્વતનું ક્ષેત્ર, સમય ક્ષેત્ર છે; તેટલા ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્ર આદિ ભ્રમણ કરે છે. દિવસ-રાત્રિના વિભાજનરૂપ સમયનો વ્યવહાર થાય છે. તેટલા ક્ષેત્રમાં જ મનુષ્ય જન્મે છે. માટે તેને મનુષ્યક્ષેત્ર કે સમયક્ષેત્ર કહેવાય છે. તેમાં લવણ અને કાલોદધિ બે સમુદ્ર છે. જંબૂદ્વીપ અને ઘાતકીખંડ બે દ્વીપ છે; માનુષોત્તર પર્વતના પૂર્વ ભાગ સુધી અર્ધ પુષ્કર દીપ છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્રાદિનું જ્ઞાન – મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પ્રકાશ કરે છે, ભ્રમણ કરે છે. એક-એક ચંદ્ર-સૂર્ય યુગલની સાથે ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાગણનો પરિવાર હોય છે.
બે ચંદ્ર અને બે સૂર્ય પરિવારનો એકપિટક છે. એવા દ્ધ પિટક મનુષ્યક્ષેત્રમાં છે. ચંદ્રની બે અને સૂર્યની બે એમ ચાર પંક્તિ મનુષ્યલોકમાં છે. એક પંક્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org