________________
૪િ૬ |
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ તે પાંચે દ્વીપ અને સમુદ્ર એક-એક છે. કાલોદધિ, પુષ્કર સમુદ્ર, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણીના સ્વાદવાળું છે. લવણ, ક્ષીર, ધૃત અને વરુણ તે ચાર સમુદ્રનું પાણી તેના નામ જેવા જ રસવાળું છે. શેષ સર્વ સમુદ્રોનું પાણી ઈશુરસના સ્વાદવાળું છે.
લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મચ્છ– કચ્છ છે. અન્ય સમુદ્રોમાં અલ્પ છે. તેમાં ક્રમશઃ મચ્છીની ૭,૯,૧ર લાખ કુલ કોડી યોનિ છે. લવણસમુદ્રમાં મચ્છ, કચ્છની ઉત્કૃષ્ટ અવગાહના ૫00 યોજનની છે. કાલોદધિ સમુદ્ર આદિમાં ઉત્કૃષ્ટ ૭૦૦ યોજનની છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧,૦૦૦ યોજનની અવગાહનાવાળા મચ્છ-કચ્છ છે.
તિરછાલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે. તે અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ છે. પ્રાયઃ સર્વ જીવો અહીં પૃથ્વીકાયપણે યાવત્ ત્રસકાયપણે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. ઈન્દ્રિય વિષય :- શુભ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલ, અશુભમાં પરિવર્તિત થઈ શકે છે અને અશુભ પુદ્ગલ શુભમાં પરિવર્તિત થઈ શકે છે.
કોઈ પણ પુદ્ગલ ફેંકવાથી પ્રારંભમાં તેની તીવ્ર ગતિ હોય છે, ધીરે-ધીરે તેની ગતિ મંદ થઈ જાય છે. પરંતુ દેવતાની ગતિ શીધ્ર શીધ્રતર હોય છે મંદ થતી નથી, માટે તે કોઈ ચીજને ફેંકીને પુનઃ તેને ગ્રહણ કરી શકે છે, પકડી શકે છે. દેવો બહારના પુગલો ગ્રહણ કરીને કોઈ પણ ઉત્તરવૈક્રિય ક્રિયા કરી શકે છે.
જ્યોતિષી મંડળ ક્ષેત્ર – મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂરથી જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને લોકાંતથી ૧૧૧૧ યોજન અંદર સુધી રહે છે. રત્નપ્રભા પૃથ્વીની સમભૂમિથી ૭૯૦યોજન ઊંચે જ્યોતિષ મંડળનો પ્રારંભ થાય છે અને ૯૦૦યોજનની ઊંચાઈ પર પૂર્ણ થાય છે અર્થાત્ સમભૂમિથી ૯૦૦યોજન ઊંચાઈ પછી કોઈ પણ સૂર્ય ચંદ્ર ગ્રહ, નક્ષત્ર કે તારાના વિમાન નથી. આ રીતે કુલ ૧૧૦યોજનમાં જ્યોતિષી મંડળ છે.
સમભૂમિથી સૂર્ય વિમાન ૮00 યોજન ઊંચુ, ચંદ્રનું વિમાન ૮૮૦ યોજન ઊંચુ છે. નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર સર્વથી આત્યંતર ચાલે, મૂળ(વૃશ્ચિક) નક્ષત્ર સર્વથી બાહ્ય ચાલે છે, સ્વાતિ સર્વથી ઉપર તથા ભરણી સર્વથી નીચે ચાલે છે. તારાઓના વિમાનો સૂર્યથી નીચે, ઉપર તથા સમકક્ષ પણ ચાલે છે. સંસ્થાન અને માપ – પાંચે જ્યોતિષીના વિમાનો અર્ધચંદ્રાકારે છે. અર્થાત્ ઉંધા રાખેલા અર્ધકપિત્થ અર્ધા કોઠાના ફળ સમાન છે. ચંદ્રનું વિમાન પsh યોજનનું લાંબું-પહોળું અને ગોળ છે. સૂર્યનું વિમાન ૪૮/૧ યોજનાનું છે. ગ્રહનું વિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org