________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૩૦
પરિષદ આણત–પ્રાણત(૯-૧૦) આરણ–અશ્રુત(૧૧-૧૨) |
સંખ્યા ! સ્થિતિ સંખ્યા સ્થિતિ આત્યંતર દેવ | રપ૦ | ૧૯ સાગર–પ પલ્યા | ૧૨૫ | ૨૧ સાગર-૭ પલ્ય | મધ્યમ દેવ | ૫૦૦ | ૧૯ સાગર-૪ પલ્ય | ૨૫૦ | ૨૧ સાગર–પલ્ય
બાહ્ય દેવ . ૧૦૦૦ | ૧૯ સાગર–૩પલ્ય | | ૫૦૦ | ૨૧ સાગર–પ પલ્ય નોંધ :– જ્યોતિષી દેવેન્દ્રોની પરિષદની સંખ્યા અને સ્થિતિ વ્યંતરના કાલકુમારેન્દ્રની સમાન છે. નવ વેયક અને અનુત્તર વિમાનમાં સર્વદેવો અહમેન્દ્ર છે. ત્યાં પરિષદ હોતી નથી. દ્વિપસમુદ્રનું વર્ણન – તિરછા લોકમાં જંબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ છે. લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર છે. જેબૂદ્વીપ સર્વથી નાનો અને બરાબર વચ્ચે છે. તે પૂર્ણ ચંદ્રમાના આકારે છે. એક લાખ યોજન લાંબો, પહોળો છે. તેની ચારે તરફ વલયાકાર બે લાખ યોજન વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. ત્યાર પછી એક દ્વીપ અને એક સમુદ્ર ક્રમશઃ વલયાકારે છે. તે સર્વ વિસ્તારમાં બમણા-બમણા છે. પ્રત્યેક દ્વીપ સમુદ્રના કિનારે પાવર વેદિકા અને વનખંડ છે. તે પણ વલયાકારે છે. જંબૂઢીપ જગતી – જંબૂદ્વીપના કિનારે જગતી છે. તેની મધ્યમાં ચારે તરફ ગવાક્ષકટક છે. જગતની ઉપર(શિખરતલ પર) મધ્યમાં પદ્મવર વેદિકા છે. તેની બંને બાજુ વનખંડ છે. વનખંડમાં અનેક વાવડીઓ આદિ છે. (સૂત્રમાં પદ્મવર વેદિકા અને વનખંડ તથા તેમાં રહેલી વાવડીઓનું વિસ્તૃત વર્ણન છે.) જગતી પર વાણવ્યંતર દેવો કીડા, આમોદ-પ્રમોદ કરવા માટે આવે છે. ત્યાં બેસવા-સૂવા માટે આસન શિલાપટક આદિ છે. જંબુદ્વીપની જગતીના દરવાજા – મેરુ પર્વતથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં જગતીમાં ચાર દ્વાર છે. તેના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત. મેરુથી ૪૫000 યોજન દૂર સીતામહાનદી ઉપર પ્રથમ વિજયદ્વાર છે. તે ચાર યોજના પહોળું ને આઠ યોજન ઊંચું છે. દરવાજાની અંદર અને બહાર સુવર્ણમય રેતી બિછાવેલી છે. વિજયદ્વારનું આત્યંતર વર્ણન – દ્વારની અંદર બંને બાજુ ચોતરા છે.(બેસવાના સ્થાન) જેમાં ચંદન કળશ, માળાઓ યુક્ત ખીલીઓ, ઘંટડીઓ, ચાંદીના સીંકા અને તેમાં ધૂપદાનીઓ છે. પુતળીઓ, જાલઘર, વિશાળઘંટ અને માળાઓની પંક્તિઓ છે. બંને ચોતરામાં પીઠ પર પ્રાસાદાવતસંક મહેલ છે. પીઠ ચાર યોજન લાંબી-પહોળી, બે યોજન ઊંચી છે; પ્રાસાદ બે યોજન લાંબા-પહોળા અને ચાર યોજન ઊંચા છે. પ્રાસાદમાં મણિપીઠિકા(ચબુતરા) છે. તેના પર સિંહાસન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org