________________
32
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ; જૈનાગમ નવનીત
:
અવસર્પિણીકાલ સમય પ્રમાણ પૃથ્વીકાયના જીવોની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે પાણી, અગ્નિ, વાયુ માટે પણ સમજી લેવું. વનસ્પતિકાયમાં એક સમયમાં અનંતાનંત જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી તેનો નિર્લેપ થઈ શકતો નથી. તેને ખાલી કરી શકાતા નથી. વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસકાયના જીવો સેંકડો સાગરોપમમાં નિર્લેપ થઈ શકે છે.
વિશુદ્ધ લેશ્યાવાળા અણગાર સમોહયા અને અસમોહયા બન્ને અવસ્થામાં દેવ-દેવી કે અણગાર આદિને જાણી દેખી શકે છે. અવિશુદ્ધ લેશ્યાવાળા જાણતા દેખતા નથી. અહીં જાણવું-દેખવું પરોક્ષની અપેક્ષાએ તથા વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમજી લેવું, વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ વિશુદ્ધ લેશ્યામાં જ સંભવે છે. અવિશુદ્ધ લેશ્યામાં નહીં.
ક્રિયાઃએક સમયમાં મિથ્યાત્વક્રિયા અથવા સમ્યક્ત્વક્રિયા, તે બેમાંથી એક જ ક્રિયા લાગે છે. જીવ એક સમયમાં બન્ને ભાવમાં રહી શકતા નથી. મનુષ્ય :- ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યોના ૩૦૩ ભેદ છે. મનુષ્યક્ષેત્ર ૧૦૧ છે. ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ. તે ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા = ૨૦૨ તથા ૧૦૧ ક્ષેત્રના સંમૂર્ચ્છિમ મનુષ્યોના અપર્યાપ્તા. આ રીતે ૩૦૩ ભેદ થાય છે.
અંતરદ્વીપનું વર્ણન :-- જંબૂઢીપની ચારે બાજુ લવણ સમુદ્ર છે. તેમાં આ દ્વીપ છે. તેની આઠ પંક્તિઓ છે. એક-એક પંક્તિમાં સાત-સાત દ્વીપ છે. આ સાતે દ્વીપ થોડા-થોડા અંતરે આવેલા છે. અર્થાત્ તેની વચ્ચે-વચ્ચે સમુદ્રજલ છે. આ પ્રમાણે તે ૮×૭ = ૫૬ અંતરદ્વીપ છે.
ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવંત પર્વત છે અને ઐરવતક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વત છે. તેના બંને કિનારા પૂર્વ-પશ્ચિમમાં છે. જે લવણ સમુદ્રને સ્પર્શે છે. તે કિનારેથી દ્વીપોની એક પંક્તિ ઉત્તર તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. બીજી પંક્તિ દક્ષિણ તરફ ગોળાઈમાં ઝૂકેલી છે. આ રીતે ચારે કિનારે બે-બે પંક્તિ હોવાથી આઠ પંક્તિ છે.
દરેક પંક્તિનો પ્રથમ દ્વીપ લવણસમુદ્રમાં ૩૦૦ યોજન જઈએ ત્યારે આવે છે. તેનાથી ૪૦૦ યોજન આગળ જઈએ ત્યારે બીજો અંતરદ્વીપ આવે છે. તે જ રીતે યાવત્ ૯૦૦ યોજન જઈએ ત્યારે સાતમો અંતરદ્વીપ આવે છે. તે દ્વીપ જંબુદ્રીપના કિનારેથી પણ તેટલાજ દૂર થાય છે અને તેટલાજ યોજનના વિસ્તારવાળો છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અંતરદ્વીપ, જગતીથી ૩૦૦ યોજન દૂર છે અને ૩૦૦ યોજન લાંબો-પહોળો અને ગોળ છે. બીજો દ્વીપ, જગતીથી ૪૦૦ યોજન દૂર અને પ્રથમ દ્વીપથી પણ ૪૦૦ યોજન દૂર છે. તથા ૪૦૦ યોજન લાંબોપહોળો અને ગોળ છે. આ રીતે ક્રમશઃ સાતમો દ્વીપ, છઠ્ઠા દ્વીપથી ૯૦૦ યોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org