________________
| ૩૦
1મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ત્રીજે ઉદ્દેશક
નરકવર્ણન:- ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક, મહારાજા, સામાન્ય રાજા, મહારંભી, મહાકટુંબી, આદિ જીવો આ નરકોમાં ઉત્પન્ન થાય છે. અર્થાતુ મહાઋદ્ધિ સંપન્ન જીવો, મહા આસક્ત જીવો જો જીવનપર્યત તેનો ત્યાગ ત્યાગવૃત્તિ કેળવે નહીં તો તે જીવો મહાપાપકર્મનું આચરણ કરીને નરકગતિમાં ઉત્પન્ન થાય છે અને મહા આરંભ, સમારંભના કાર્યો કરનારા નરકગતિમાં દીર્ઘકાલ પર્યત પરવશપણે ત્યાંની તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. આ લોકનો મોભો(મોટાઈ) તથા અભિમાન વગેરે તેઓના બધા ધૂમિલ થઈ જાય છે. વૈક્રિય શરીર – નારકી દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. તિર્યંચ અને મનુષ્ય દ્વારા કરાયેલી વિદુર્વણા પણ અંતર્મુહૂર્ત સુધી જ સ્થિર રહે છે પરંતુ તેમનો ઉત્કૃષ્ટ સમય નરક કરતાં ચાર ગણો હોય છે. દેવો દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અથવા અન્ય કોઈ પણ વિદુર્વણા ઉત્કૃષ્ટ પંદર દિવસ સુધી રહી શકે છે. નૈરયિક સુખ – તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન આદિ શુભ પ્રસંગના નિમિત્તથી, દેવોના પ્રયત્ન વિશેષથી, શુભ અધ્યવસાયોથી અથવા કર્મોદયથી નૈરયિક જીવોને કયારેક કિંચિત શાતાનો અનુભવ થાય છે અર્થાત્ સુખાનુભૂતિ, પ્રસન્નતા થાય છે. નૈરયિકદુઃખ:- નરયિકો, નરકના સેંકડોદુઃખોથી અભિભૂત થઈ કયારેક ૫00 યોજન ઊંચા ઊછળે છે. નરક પૃથ્વીના ક્ષેત્ર સ્વભાવથી જ નૈરયિકોને ક્ષણમાત્ર પણ સુખ હોતું નથી. તે જીવો રાત-દિવસ દુઃખનો જ અનુભવ કરે છે.
આ રીતે નરકોમાં અતિશત, અતિઉષ્ણ, અતિભૂખ, અતિ તરસ, અતિભય ઈત્યાદિ સેંકડો દુઃખો નિરંતર ભોગવવા પડે છે.
ચોથો ઉદ્દેશક તિર્યંચ વર્ણન – તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંશ-અસંજ્ઞી, આદિ અનેક ભેદ-પ્રભેદ છે.
ખેચર, ઉરપરિસર્પ, જપરિસર્પ અને જલચર આ ચારેયના અંડજ, પોતજ, સંમૂઠ્ઠિમ એ ત્રણ યોનિ સંગ્રહ છે. સ્થલચરના જરાયુજ અને સમૃદ્ઘિમ એ બે યોનિ સંગ્રહ છે. જાતિ, કુલકોડી, યોનિ – ૮૪ લાખ જીવાયોનિ છે. તેમાં તિર્યંચની ર લાખ
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org