________________
૨૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ઉત્તર : આ પુણ્યકમ કેનું ફળ છે ? પુણ્યકમ શેનાથી બંધાય છે? પાપાચરણથી ધર્માચરણથી ? ધર્મથી જ પુણ્યકર્મ બંધાય છે. શું અર્થ થી એનો? જે પુણ્યકર્મથી મળે છે તે ધમનું જ પ્રદાન છે. ધર્મનું જ તે ફળ છે. તે ભોગસુખ પામવાના સાધન-નિરોગી શરીર, કાર્યક્ષમ ઈન્દ્રિયે, મન વગેરે ધર્મથી-ધર્મના પ્રભાવથી જ મળે છે. જે મળે છે તે ધર્મનું જ ફળ છે અને ભવિષ્યમાં જે મળશે તે ધર્મનું જ ફળ હશે. ધર્મના પ્રભાવથી જ ભેગસુખ મળશે. શાલિભદ્રને ભેગસુખ મળ્યા હતાં ને ? ગઈકાલને ગોવાળ ! આજને શાલિભદ્ર !
ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયે એ ભેગીભ્રમર ! રાજ તેમને દૈવી ભેગસુખના સાધન મળતાં હતાં. બત્રીશ સ્ત્રીઓના તે પતિ હતા. ભેગસુખ ભેગવવામાં–પાંચ ઇન્દ્રિયોના વિષયના ઉપક્ષેત્રમાં તે એટલા ગળાબૂડ હતા કે મગધસમ્રાટ શ્રેણિકના નામની પણ તેમને ખબર ન હતી. જેના રાજ્યમાં એ રહેતા, જેના નગરમાં એ રહેતા એ રાજાના જ નામથી તે બેખબર હતા !!! આટલાં બધાં ભોગસુખ તેમને કેવી રીતે મળ્યાં ? ધર્મના પ્રભાવથી ! સુપાત્રદાનને ધમ કરવાથી તેમને ભેગની-લેગસુખની છાકમછોળ મળી !
પૂર્વભવમાં શાલિભદ્ર ગોવાળ-પુત્ર હતા. ગરીબ હતા. એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. માએ આડોશ-પાડોશમાંથી દૂધ-ચેખા-ખાંડ માંગી લાવીને પુત્ર માટે ખીર બનાવી. થાળીમાં ખીર આપીને મા પાણી ભરવા માટે બહાર ગઈ. ત્યાં ભિક્ષા માટે એક તપસ્વી મુનિ પધાર્યા. મુનિને જોઈ બાળકે તેમને પ્રેમથી આવકાર્યા અને એટલા જ પ્રેમથી ખીર મુનિને ભિક્ષામાં આપી દીધી ! યાદ છે ને, એ ખોર માટે તે બાળક રડે હતે. એ ખીર માટે તેણે મા પાસે જીદ કરી હતી. રડી-કકળીને તેણે મા પાસેથી મન ભાવતી ખીર મેળવી હતી. એ ખીર તેણે હસતા હસતા પ્રેમથી અને પ્રસનતાથી મુનિને હરાવી દીધી !