________________
વનું સ્વતંત્ર અસ્તિત્વ
૩૫
-
કે “હે ભગવન! તમ્બિકા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને રમણીય છે, માટે ત્યાં પધારવા કૃપા કરશે.”
ચિત્રસારથિએ આમ બે-ત્રણવાર વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “જેવી ક્ષેત્ર–પર્શના.” - આચાર્યશ્રીના ઈગિત પરથી ચિત્ર એટલું સમજ્યો હતું કે તેઓ એક વાર તમ્બિકા નગરીને જરૂર પાવન કરશે, એટલે તેણે તમ્બિકા પહેચીને ઉઘાનપાલકને કહી રાખ્યું હતું કે “જ્યારે શ્રમણ કેશિકુમાર અહીં પધારે, ત્યારે મને ખબર આપજે.”
અનુક્રમે આચાર્યશ્રી તમ્બિકા પધાર્યા, ઉદ્યાનપાલકે ચિત્રસારથિને વધામણી આપી, ચિત્રસારથિએ ઉદ્યાનપાલકને યથેષ્ટ દાન આપી વિદાય કર્યો અને સ્નાનાદિથી શુદ્ધ થઈ, એગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી, આચાર્યશ્રીના દર્શને ગયે. ત્યાં આચાર્યશ્રીને ઉપદેશ સાંભળ્યા પછી કહેવા લાગ્યું કે “હે ભગવન ! અમારે રાજા પ્રદેશી અધાર્મિક છે. તે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે ભિક્ષુને આદર કરતા નથી અને સર્વ કેઈને હેરાન કરે છે, માટે આપ તેને ધર્મોપદેશ કરો.”
આચાર્યશ્રીએ કહ્યું : “જે તે અહીં આવશે, તે અમે તેને ધર્મોપદેશ કરીશું.' - ચિત્રે કહ્યું : “હું તેને કેઈ પણ ઉપાયે આપની જિસે લઈ આવીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org