________________
પ્રાણુ–દ્વાર
ભાવાર્થ આદિ–અંતરહિત ભયંકર સંસારસાગરમાં ધર્મ ન પામેલા જ વડે આ પ્રકારનું પ્રાણુવિયેગરૂપ મરણ અનંતવાર પ્રાપ્ત થયેલું છે.
વિવેચન જેમાં પ્રાણીઓનું નિરંતર સંસરણ થાય, એટલે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અખલિત પણે ચાલી રહી છે, તેને સંસાર કહેવાય છે. આ સંસાર અનાદિ કાલને છે અને અનંતકાલ સુધી ચાલવાને છે. તે સ્વરૂપે ભયંકર છે, કારણ કે તેમાં ભવરૂપી અગધ જળ ભરેલું છે અને તે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ અનેક પ્રકારના ભયંકર જલચરેથી ભરેલું છે. તેને પાર પામવાનું કામ સહેલું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે અતિ કઠિન છે.
ધર્મને ન પામેલા જીવો આ ભયંકર સંસારસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે અને પ્રાણ-વિયાગરૂપ મૃત્યુ પામ્યા કરે છે. આવું અનંતવાર બનવા છતાં તેને છેડે આવતે નથી, કારણ કે સર્વજ્ઞકથિત શુદ્ધ ધર્મ એ જ એને તરવાને એક માત્ર ઉપાય છે અને તે પ્રાપ્ત થયું નથી. તેથી સુર, શાણું કે સમજુ ગણાતા મનુષ્યએ અતિ દુર્લભ એ મનુષ્યજન્મ પામીને પ્રથમ પ્રયત્ન આવા ધર્મની પ્રાપ્તિ માટે કરે જોઈએ અને તેની ઉત્કૃષ્ટ આરાધનામાં પિતાને પુરુષાર્થ ફેરવવા જોઈએ.
ધર્મની શી આવશ્યક્તા છે? ધર્મ શું કામનો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org