________________
૪૧૦,
જીવ-વિચાર-પ્રકાશિકા
અનુપમ વાકછટાથી કદાચ એ વસ્તુ બુદ્ધિને સ્પર્શ કરે તે પણ આંતરિક શ્રદ્ધા જામવી મુશ્કેલ છે. ખરી વાત છે. એ છે કે રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિને ભેદ થયા સિવાય સમ્યકત્વને સ્પર્શ થતું નથી અને એ ગ્રંથિને ભે થે એ ઘણું કપરું કામ છે. પરંતુ ભવ્ય આત્માઓ. એ કપરું કામ પણ પાર પાડે છે અને સમ્યકત્વથી વિભૂષિત થાય છે.
ચથી દુર્લભ વસ્તુ છે – સંયમ માટે પુરુષાર્થ.. સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી પણ પાપવિરતિરૂપ, સંયમધર્મને સ્વીકાર કરે અને તેનું નિરતિચાર પાલન. કરવા માટે સદા તત્પરતા રાખવી, એ ઘણું જ દુર્લભ કાર્ય છે. પરંતુ આ જીવ–વિચાર–પ્રકરણ ગ્રંથના કર્તા શ્રી શાન્તિસૂરિજી મહારાજ કહે છે કે “હે ભવ્ય છે! જ્યારે તમે અતિ દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત કર્યું, વળી સદગુરુના મુખેથી શાસ્ત્રશ્રવણું કરીને કે નૈસર્ગિક રીતે સમ્યકત્વની પ્રાપ્તિ કરી, તે હવે તમારું મુખ્ય કર્તવ્ય એ જ રહે છે કે પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા સંયમધર્મને વિષે ઉધમ કર, પ્રયત્ન કરે, પુરુષાર્થ ફેરવે. જે તમે સંયમ ધર્મ એટલે કે ચારિત્રધર્મમાં તમારે પુરુષાર્થ ફેરવશે તે તમારું મનુષ્યપણું સફળ થશે.”
સંયમધર્મ કે ચારિત્રધર્મ અધિકારભેદથી બે પ્રકારનું છે. તેમાં સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ સાધુઓને હોય છે અને દેશવિરતિરૂપ ચારિત્રધર્મ ગૃહસ્થોને હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org