________________
૪૦૬
જીવ-વિચાર–પ્રકાશિક
ઉત્તમ દશા પામ્યા પછી જે બૂરી–ખરાબ–ન ઈચ્છવા
ગ્ય કરણી કરે તે પાછો નિકૃષ્ટ નિમાં અવતાર લે. પડે છે. જેણે “જ્ઞાનબાજી” અથવા “સાપ-સીડી” ની રમત જોઈ હશે, તેમને ખ્યાલમાં જ હશે કે આગળ વધતાં વધતાં એવા ખરાબ ઘરમાં પ્રવેશ થાય તે સીધું નીચે ઉતરી પડવું પડે છે અને ત્યાંથી ઊંચે ચડવા માટે ફરી મહેનત-પ્રયત્ન-પુરુષાર્થ કરે પડે છે. જ આવાં જ કારણે શાસ્ત્રકારોએ માનવભવને દશ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે. તેને સાર એ છે કે
(૧) ચૂલાનું દૃષ્ટાંત-ચક્રવતી રાજા છ ખંડ ધરતીને. ધણું હોય છે. તેને રાજ્યમાં કેટલા ચૂલા હેય છે? હવે કેઈને પ્રથમ ચક્રવર્તીના ચૂલે જમવાનું હોય અને પછી તેની રૈયતના દરેક ચૂલે જમવાનું હોય તે ફરી ચકવર્તીના ચૂલે જમવાનું ક્યારે મળે?
(૨) પાસાનું દષ્ટાંત-કઈ રમતમાં કળવાળા પાસાને ઉપયોગ કરીને એક માણસનું બધું ધન પડાવી લીધું હોય અને તે માણસને પાસાની રમત રમીને એ. અધું ધન પાછું મેળવવું હોય તે ક્યારે મળે?
(૩) ધાન્યના ઢગલાનું દષ્ટાંત–લાખો મણ ધાન્યના ઢગલામાં થોડા સરસવના દાણા ભેળવ્યા હોય અને તે પાછા મેળવવા એક ઘરડી ડેસીને બેસાડી હોય, તે તે. દાણ પાછા ક્યારે મેળવી રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org