________________
૪૦પ
-
ઉપદેશ અને અંતિમ વચન
ભાવાર્થ હે ભવ્ય જી! જ્યારે દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, ત્યારે તે હવે જ્ઞાનશ્રી અને *ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત એવા પૂજ્ય પુરુષેએ ઉપદેશેલે ધર્મ આચરવામાં પુરુષાર્થ ફેરવે.
: વિવેચન જ્ઞાની ભગવતેએ ચાર વસ્તુની પ્રાપ્તિ દુલર્ભ કહી છે. તેમાંની પહેલી વસ્તુ છે મનુષ્યપણું-મનુષ્યત્વ-મનુFષ્યને ભવ. તે અનંતકાળ સુધી નિકૃષ્ટ ચેનિઓમાં પરિ. ભ્રમણ કર્યા પછી પુણ્યને સારે એ સંચય થાય છે, ત્યારે જ પમાય છે. વળી એક વાર મનુષ્યને ભવ પ્રાપ્ત થયે અને તેને અજ્ઞાન, મેહ કે પ્રમાદવશાત ગુમાવી દીધો તે નિકૃષ્ટ નિઓમાં પુનઃ અવતાર ધારણ કરવું પડે છે -અને એ સ્થિતિમાંથી ઊંચા આવતાં ઘણે દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે.
હાલના ડાર્વીન વગેરે કેટલાક વૈજ્ઞાનિકે એમ માને છે કે સૂક્ષ્મ જંતુમાંથી ઉકાન્તિ પામતાં પામતાં વાનરનું અને છેવટે મનુષ્યનું સ્વરૂપ પમાય છે, પછી તેમાંથી અવકાન્તિ થતી નથી. વળી થી ફી વગેરે કેટલાક વાદો એમ પણ માને છે કે એક વાર મનુષ્યની ઉત્કાંતિ થઈ, એટલે પીછેહઠ થતી નથી, પરંતુ જૈન દર્શનને આ વાત માન્ય નથી. એ તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “જે જીવે સારી કરણું કરે તે ક્રમશઃ ઉન્નતિ પામે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org