________________
જીવ-વિચાર-પ્રકાશિકા એ તે વાડાબંધી ઉભી કરે છે વગેરે ઉદ્ગારે આજે અનેકના મુખમાંથી નીકળતા જણાય છે, એ ભૌતિજ્વાદથી ભ્રષ્ટ થયેલા વાતાવરણનું પરિણામ છે. પ્રાણીઓને દુર્ગતિમાં પડતા અટકાવી રાખનારે ધર્મ છે અને ઉન્નતિ, પ્રગતિ કે વિકાસના માર્ગે લઈ જનારે પણ ધર્મ છે. જ્યાં ધર્મ નથી, ત્યાં પતન છે અને તે એવું ઊંડું પતન છે કેતેમાંથી બહાર નીકળવું અતિશય કઠિન છે, તેથી જ સુજ્ઞજને ધર્મની આવશ્યક્તા સ્વીકારીને તેના સંગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે અને પરિણામે ઉત્તરેત્તર ઉન્નતિને. અનુભવ કરી અભીષ્ટ સ્થાનની પ્રાપ્તિ કરે છે.
ધર્મ હદયને વિશાળ બનાવે છે, સહુની સાથે પ્રેમ કરતાં શીખવે છે, સહુની સાથે સમાનતાથી વર્તવાનું શિક્ષણ આપે છે, એટલે વિશ્વમાં સાચી મૈત્રી-સાચી સમાનતા. ફેલાવવાનું તે ઉત્તમ સાધન છે. તેના પર વાડાબંધી ઊભી કરવાને આરેપ મૂક, એ નરી પાગલતા છે. વ્યક્તિ , સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વને ઉદ્ધાર ધર્મથી થયે છે અને થાય છે, એટલે તેની મંગલમયતા વિષે કેઈએ કદી શંકા શખવાનું કારણ નથી.
જ્યાં ધર્મ છે, ત્યાં જય છે. જ્યાં ધર્મ છે, ત્યાં સહુનું સર્વ પ્રકારે કલ્યાણું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org