________________
૩૭૦
જીવ-વિચાર-પ્રકાશિકા
આયુષ્યના ક્ષય સાત પ્રકારે થાય છે. તે સમધી
કહ્યું છે કે
अज्झवसाणनिमित्ते, आहारे. वेयणा पराधाए । फासे आणापाणू, सत्तविहं झिझए आउं || (૧) પ્રમળ અધ્યવસાયથી,
કોઈ પુરુષ અથવા સ્રીને અત્યંત કામાસક્તિ કે સ્નેહાસક્તિ હાય અને પ્રિયપાત્રના વિયાગ થાય તે આયુષ્યના શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૨) નિમિત્તથી.
શસ્રાદિકને આઘાત થાય, વિષપાન કર્યુ હોય કે દડ–ચાબૂક વગેરેના સખ્ત પ્રહાર થાય તે પ્રહાર થાય તેા આયુષ્યના શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે.
(૩) આહારથી.
અતિ અલ્પ આહાર કરતાં, શરીર કૃશ થતાં, અતિ સ્નિગ્ધ આહાર કરવાથી રાગાદિક થતાં અને બહુ ભારે, ઘણા તથા અહિતકર આહાર કરવાથી પણ આયુષ્યને શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે.
(૪) વેદનાથી.
શૂલ વગેરે ભયંકર વ્યાધિઓની વેદનાથી પણ આયુષ્યને શીઘ્ર ક્ષય થાય છે અને મરણુ નીપજે છે. (૫) પરાઘાતથી.
10
અન્ય તરફથી થયેલા આઘાતથી, અથવા ઊંડા ખાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org