________________
-
-
--
જીવ-વિચાર-પ્રકાશિકાર વૃક્ષને વીંટાય છે, તે પરિગ્રહસંજ્ઞા છે. કુરબકવૃક્ષ સ્ત્રીના આલિંગનથી ફળે છે, તે મૈથુનસંજ્ઞા છે. કેકનદને કંદ. હુંકાર કરે છે, તે ક્રોધસંજ્ઞા છે. સદંતી રડ્યા કરે છે (કે મારા હોવા છતાં લેકે દુઃખી કેમ?) એ માનસંજ્ઞા છે. દરેક વેલીએ પિતાનાં ફળને ઢાંકી દે છે, તે માયા સંજ્ઞા છે. બિલી તથા પલાશ (ખાખરે) વગેરે વૃક્ષે નિધાન પર પોતાનાં મૂળ સ્થાપે છે, તે લેભસંજ્ઞા છે. વળી રાત્રે કમલે સંકેચ પામે છે, તે લોકસંજ્ઞા છે અને વેલડીઓ માર્ગ શોધવાને વૃક્ષ ઉપર ચડે છે, તે ઘસંજ્ઞા છે. આ રીતે એકેન્દ્રિય એવી વનસ્પતિમાં પણ દશે ય સંજ્ઞાઓ દેવામાં આવે છે.”
આ દશ સંજ્ઞાઓ ઉપરાંત મોક્ષ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શેક એ નામની બીજી પણ છ સંજ્ઞાઓ. છે, પરંતુ ઉપર જણાવી તે દશ સંજ્ઞાઓની વિશેષ પ્રસિદ્ધિ છે અને તેમાં પણ પ્રથમની ચાર એટલે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ વધારે જાણીતી છે.
મનુષ્યમાં ભય, આહાર, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા-- વાળા જીવો ઉત્તરેત્તર વધારે હોય છે, એટલે સહુથી થોડા ભય સંજ્ઞાવાળા હોય છે, તેનાથી વધારે આહાર સંજ્ઞાવાળા હોય છે, તેનાથી વધારે પરિગ્રહ સંજ્ઞાવાળા હોય છે અને તેથી વધારે મૈથુન સંજ્ઞાવાળા હોય છે. તાત્પર્ય કે મનુષ્યમાં મૈથુન સંજ્ઞાવાળા સહુથી અધિક હોય છે. આ રીતે તિર્યમાં પરિગ્રહ, મૈથુન, ભય અને આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org