________________
ય તે દ્રશ્ન અ
હી પણ
૬૮
જીવ-વિચાર-પ્રકાશિકા આહારક વર્ગણાના પુદ્ગલને ઉચ્છવાસ–નિશ્વાસ રૂપે પરિણુમાવીને છેડે તે શ્વાસે છુવાસ કહેવાય.
ભાર–આયુષ્ય. * જેના વડે જીવ પ્રસ્તુત ભવમાં અમુક સમય સુધી ટકી શકે તેને આયુષ્ય કહે છે. આ આયુષ્ય બે પ્રકારનું છેઃ (૧) દ્રવ્યાયુષ્ય અને (૨) કાલાયુષ્ય. તેમાં આયુષ્ય એનાં જે પુદ્ગલે તે દ્રવ્યાયુષ્ય, કહેવાય છે અને તે પુદ્ગલે વડે જીવ જેટલા કાળ સુધી અમુક ગતિ કે ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે જીવન જીવવામાં આયુષ્યકર્મનાં પુદગલે. (આયુષ્યને ઉદય), એ જ મુખ્ય કારણ છે. જ્યાં એ પુદ્ગલે સમાપ્ત થયાં કે આહાર-ઔષધિ આદિ અનેક પ્રયત્નથી પણ જીવ જીવી શક્તા નથી. આ બંને પ્રકારના આયુષ્યમાં
જીવને દ્રવ્યાયુષ્ય તે અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે. તેમાં કોઈ અપવાદ હેતે નથી, પરંતુ કાલાયુષ્ય તે પૂર્ણ કરે કે ન પણ કરે; કારણ કે કલાયુષ્ય જે અપવર્તનીય હોય, એટલે કે શસ્ત્રાદિકના આઘાતથી શીઘ પરિવર્તન પામે તેવું હોય તે અપૂર્ણકાળે પણ મરણ પામે અને જે અનપવર્તતીય હોય તે ગમે તેવાં નિમિત્તો મળવા છતાં તે આયુષ્યને. કાળ પૂરે કરીને જ મરણ પામે.
અહીં વિશેષમાં એટલું સમજવાનું છે કે શસાદિ બાહ્ય નિમિત્તથી માસુષ્યને ક્ષય થાય તે તે સે૫ક્રમ આયુષ્ય છે, અહીં શિયામને અર્થ બાહા નિમિત્ત છે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org