________________
૧૬૮
જીવ-વિચાર-પ્રકાશિકા
વળી સૂર્યવિકાસી કમળ રાત્રે બીડાઈ જાય છે, અને દિવસે ખીલે છે તથા ચંદ્રવિકાસી કમળ કે જેને સામાન્ય રીતે કુમુદ કે પોયણું કહેવામાં આવે છે, તે દિવસે બીડાઈ જાય છે અને રાત્રે ખીલે છે. એને પણ નિદ્રા તથા જાગૃતિને ભાવ સમજે. અંબાડી વગેરે પુષ્પમાં પણ આમ જ બને છે.
વૈજ્ઞાનિકોએ એવી નેધ કરી છે કે મદ્રાસના અનંતપુર જિલ્લાનું ખજૂરીનું એક વૃક્ષ મધ્ય રાત્રિથી નીચે પડવા માંડતું અને બપોર પહેલાં તદ્દન સૂઈ જતું. પછી તે ઊભું થવા માંડતું અને મધ્યરાત્રિ પહેલાં તદ્દન ટટ્ટાર થઈ જતું. બંગાળમાં એક ખારેકનું વૃક્ષ એવું હતું કે જે રાત્રે ત્રણ વાગે તદ્દન નીચું પડી જતું અને મધ્યાહ્ન પછી ઊભું થવા માંડતું, તે સાંજ સુધીમાં બરાબર ઊભું થઈ જતું. આને પણ નિદ્રા અને જાગૃતિને ભાવ સમજે.
(૭) ભયઃ જીવંત પ્રાણીઓ માટે આહાર, નિદ્રા, ભય અને મથુન એ ચાર સંજ્ઞાઓ મટી ગણાય છે. તેમાંથી આહાર અને નિદ્રાની વાત ઉપર આવી ગઈ. હવે ભય સંબંધી વિચાર કરીએ. જ્યારે પ્રાણને ભય લાગે છે, ત્યારે તે કંપે છે, ઘણું વાર ચીસ પણ પાડે છે અને કઈ સ્થલે છૂપાઈ જવાને પ્રયત્ન કરે છે. આમાં જિજીવિષા એટલે જીવન–સંરક્ષણની વૃત્તિ મુખ્ય હોય છે. નિરીક્ષણ તથા પ્રોએ એમ બતાવી આપ્યું છે કે વનસ્પતિને પણ અમુક સગામાં ભય લાગે છે અને ત્યારે તેના શરીરમાં અંતર્ગત કેટલાક ફેરફાર થાય છે. લજામણીનાં પાંદડાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org