________________
૨૮
જીવ-વિચાર-પ્રકાશિકા
ભાવાર્થ નારક છે પૃથ્વીના પ્રકારે અનુસાર સાત પ્રકારના જાણવા.
વિવેચન પંચેન્દ્રિય ના મુખ્ય ભેદે ગાથાના પૂર્વાર્ધમાં કહ્યા. હવે તેના ઉત્તરભેદ કહેવાની શરૂઆત કરે છે. તેમાં પ્રથમ નારક જીના ભેદે–પ્રકારે કહે છે. નારક જીવે સાત પ્રકારના છે. આ પ્રકારે પૃથ્વીના પ્રકારે અનુસાર, સમજવાના છે. તાત્પર્ય કે અધેલકમાં આવેલી નારક પૃથ્વીઓ (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા એ સાત પ્રકારની છે અને તેના નરકાવાસમાં ઉત્પન્ન થનારા જીવને એક એક પ્રકાર ગણુએ તે નારક છાના કુલ સાત પ્રકારે પડે છે. તેમને અનુક્રમે પહેલી નારકીના છે, બીજી નારકીના છે, ત્રીજી નારકીના છે, જેથી નારકીને જીવે, પાંચમી. નારકીના જીવે, છઠ્ઠી નારકીના છે અને સાતમી નારકીના જ કહેવાય છે. .
નારક પૃથ્વીઓનાં રત્નપ્રભાદિ નામો સાન્તર્થ એટલે નામ પ્રમાણે અર્થવાળા છે. તેમાં પ્રભા શબ્દ રૂપવાચી કે
૧ મેરુ પર્વતની સમતલ ભૂમિથી નીચે ૯૦૦ એજનથી અધલકની ગણના થાય છે. ૨ અહીં મહાતમપ્રભા એવું નામ પણ મળે છે.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org