________________
જીવ-વિચાર–પ્રકાશિમાં
- સિદ્ધના આ બે પ્રકારે એવા છે કે તેમાં સર્વે સિદ્ધોને સમાવેશ થઈ જાય, પરંતુ શાસ્ત્રને પ્રયત્ન ભેદનું પરિજ્ઞાન કરાવવા માટે હોય છે, તેથી બીજા પ્રકારનું પણ અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
' ત્રીજા અને ચોથા પ્રકારમાં તીર્થકરસિદ્ધ અને અતીર્થકરસિદ્ધની ગણના થાય છે. તેને સાર એ છે કે કેટલાક જીવે પુણ્યપ્રકર્ષને લીધે તીર્થકરની પદવી પ્રાપ્ત કરીને તે જ ભવમાં સિદ્ધ થાય છે, તો કેટલાક જ આવી પદવી પ્રાપ્ત કર્યા વિના માત્ર સામાન્ય કેવળી તરીકે જ સિદ્ધિગતિની પ્રાપ્તિ કરે છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે જીવ તીર્થંકરપદને પામ્યું નથી કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સામાન્ય કેવલીની પંક્તિમાં બિરાજે નથી, તે સિદ્ધિગમનને અધિકારી નથી, અર્થાત્ સિદ્ધ થઈ શકતું નથી. જ્યારે કેઈ પણ જીવ સંવર અને નિજેરાના ઉત્કૃષ્ટ આલંબન વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકમેને ક્ષય કરે છે, ત્યારે તેને અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેના વડે તે સર્વ પદાર્થોના સર્વ ભાવે જાણી શકે છે. આવા જીવેને આપણે માનાર્થે કેવલી ભગવંત કહીએ છીએ. આ કેવલી ભગવંતે અંત સમયે બાકીનાં ચાર અઘાતી કર્મોને પણ ક્ષય કરે છે અને નિષ્ક્રિતાર્થ થઈને ઊર્ધ્વગમનપૂર્વક સિદ્ધશિલામાં વિરાજી સિદ્ધ નામ સાર્થક
' જેમણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થ સ્થાપ્યું હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org