________________
૨૮
જીવ-વિચાર-પ્રકાશિકાર
કેટલાક કહે છે કે “સ્ત્રીઓથી સંયમનું પાલન સર્વીશે થઈ શકતું નથી, કારણ કે તેમને મર્યાદાના પાલન માટે વસ્ત્રો ધારણ કરવા પડે છે અને વસ્ત્ર ધારણ એ એક જાતનો પરિગ્રહ છે, એટલે તેઓ મેક્ષમાર્ગની અધિકારિણું નથી, પરંતુ આમ કહેવું ગ્ય નથી. “મુછા
mહો કુત્તો’ એવાં શાસનાં ટંકશાળી વચને છે. તેનો અર્થ એ છે કે સંયમની સાધના કરતી વખતે વસ્ત્ર, ઉપધિ આદિ જે કંઈ રાખવામાં આવે છે, તે પરિગ્રહ નથી, પણ તેના પ્રત્યે મૂછમમતા જાગે તે એ પરિગ્રહ છે. એટલે જે મૂછશીલ બનીને અર્થાત્ નિર્મમત્વ ભાવે વસ્ત્રને ધારણ કરે છે, તે પરિગ્રહ-દોષથી યુક્ત નથી અને તે કારણે તેમને સંયમ અધૂરે કે અપૂર્ણ ગણાતું નથી. તાત્પર્ય કે સ્ત્રીઓ પણ પુરુષની જેમ સંયમનું પાલન સર્વીશે કરી શકે છે અને તેથી સકલ કર્મને ક્ષય કરવાપૂર્વક મેક્ષમાં જઈ શકે છે.
શ્રીમદેવી માતાએ સ્ત્રીલિંગે જ સિદ્ધિ પ્રાપ્ત કરી. શ્રીમલ્લિનાથ સીલિંગે તેવા છતાં તીર્થકરપદની પ્રાપ્તિ કરીને મેક્ષે સિધાવ્યા. શ્રી રાજિમતીએ પણ સ્ત્રીલિંગે જ સિદ્વિપદ સંપાદન કર્યું અને શ્રી ચંદનબાળા તથા મૃગાવતીએ પણ સ્ત્રીલિંગ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધાવસ્થાનું સુખ પ્રાપ્ત કર્યું.
ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીશમા અધ્યયનમાં “ સ્થીકુતિપિતા , તવ ચ નપુંજા” એ સ્પષ્ટ પાઠ છે અને પ્રજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org