________________
૩૪૦
જીવ-વિચાર-પ્રકાશિત
II
ભાવાર્થ બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિચવાળા જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ માસનું હેય છે.
વિવેચન બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીને વિકલેન્દ્રિય એટલે કીડા કે જંતુઓ ગણવામાં આવે છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અન્ય જીવેની સરખામણમાં ઘણું ઓછું હોય છે.
બે ઈન્દ્રિયવાળા છે એટલે શંખ, કેડા, કડી, જળ, અળસિયાં વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું હોય છે.
ત્રણ ઈન્દ્રિયવાળા છે એટલે કીડી, મંકડી, ઉધઈ કાનખજૂરા વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસનું હોય છે.
અને ચાર ઈન્દ્રિયવાળા જીવે એટલે વીંછી, બગાઈ, ભમરા, ભમરી વગેરે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું હેાય છે.
આ બધા કીડા તથા જંતુઓ સંમૂર્ણિમ હોય છે, તે ભૂલવાનું નથી.
मुर-नेरइयाण ठिई उक्कोसा सागराणि तित्तीसं । चउप्पय-तिरिय-मणुस्सा तिन्निय पलिओवमा हुंति॥३६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org