________________
સિદ્ધ છે
૩૩
જ એક સ્વરૂપ છે અને આત્મા જ્યારે મિથ્યાત્વ આદિ દોથી યુક્ત હોય છે, ત્યારે તેને પિતાના ભણું આકષી તેમાં તન્મય થાય છે અને ત્યારે જ તે કર્મની સંજ્ઞા પામે છે. જ્યારે સિદ્ધ જીવોમાં મિથ્યાત્વ આદિ કઈ દોષ રહેલ નથી, એટલે તે પુદ્ગલેને પિતાના ભણી આકષી તેમાં તન્મય બને એ સંભવિત નથી, એથી જ તે કઈ પણ પ્રકારને જન્મ ધારણ કરે કે સિદ્ધશિલા છોડી તેની નીચેના પ્રદેશમાં જાય, એ બનવાની શક્યતા નથી.
સ્વ-સ્વરૂપમાં સ્થિરતા એ જ સિદ્ધ સુખ છે અને તે એટલું ઉત્કૃષ્ટ કોટિનું છે કે જગતનું અન્ય કિઈ પણ સુખ તેની બરાબરી કરી શકતું નથી. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે–
" नवि अस्थि मणुस्साणं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥१९०।।
તે સુખ મનુષ્યને નથી કે સર્વ દેવેને પણ નથી કે જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધોને છે.”
સિદ્ધ જીને સિદ્ધ પરમાત્મા પણ કહેવામાં આવે છે અને તેમની ગણના દેવતત્વમાં થાય છે, એટલે અ-િ હંતની જેમ તેમની પણ દ્રવ્ય-ભાવપૂજા થાય છે અને તે આત્મકલ્યાણમાં અતિ ઉપકાર નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org