________________
સિદ્ધ છે
સંસારી ના ભેદ પણ પૂર્ણ થયા. આ લેક, વિશ્વ કે જગતમાં છ ઈન્દ્રિયવાળા કઈ જ નથી, એટલે પંચેન્દ્રિય જીવે એ સંસારી જીવેની છેલ્લી સીમા છે અને તેને અહીં ચાર ભેદે વડે બરાબર સ્પર્શવામાં આવ્યાં છે. હવે બાકી રહેલ સિદ્ધના ભેદ કહે છે.
આમ તે સિદ્ધ થયેલા સર્વ જી શક્તિ-સામર્થ્યમાં કે ગુણપ્રાપ્તિમાં સમાન છે, તેમની વચ્ચે કેઈ જાતને ભેદ કે તફાવત નથી, પરંતુ સિદ્ધ થવાની રીત પરથી તેમના પંદર પ્રકારે પડે છે. તેમાંથી તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બે ભેદો અહીં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યા છે અને બાકીના તેર આદિ પદથી ગ્રહણ કરવાના છે. | તીર્થસિદ્ધ એટલે શ્રી તીર્થકરદેએ સ્થાપેલા પ્રમાણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. જેના વડે તરાય તે તીર્થ કહેવાય છે. આ વ્યાખ્યા મુજબ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાને અને ચતુર્વિધ શ્રીસંઘ તીર્થની સંજ્ઞા પામેલે છે, કારણ કે તેના આલંબન વડે સંસારસાગરને સરલતાથી તરી શકાય છે
પરંતુ તીર્થની વિદ્યમાનતા ન હોય તે કઈ જવા સિદ્ધ ન થાય, એવું નથી. એવા સમયે પણ કેટલાક જીવે કર્મને ક્ષય કરીને સિદ્ધિગતિની પ્રાપ્તિ કરે છે અને સિદ્ધોની પંક્તિમાં બિરાજે છે; તેથી બીજે પ્રકાર અતીર્થસિદ્ધને કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org