________________
બારક જીવો
બાહુલ્યવાચી છે. “અમારજોrsન્ન કરવાની વાકુવારી ના ' એટલે જે પૃથ્વી રત્નમયી છે કે રત્નના બાહુલ્યવાળી છે, તેને રત્નપ્રભા જાણવી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ કે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમાં પ્રથમ બરકાંડ એટલે કઠિન ભૂમિને ભાગ છે અને તેમાં ૧૬ જાતિનાં રત્ન ઉત્પન્ન થાય છે, એ અપેક્ષાએ તેને રત્નપ્રભા કહેવામાં આવે છે.
જે પૃથ્વીમાં શર્કરા એટલે કાંકરાનું બાહુલ્ય છે, તે શર્કરામભા. જે પૃથ્વીમાં વાલુકા એટલે રેતીનું બાહુ લ્ય છે, તે વાલુકાપ્રભા. જે પૃથ્વીમાં પંક એટલે કાદવનું બાહુલ્ય છે, તે પંwભા. જે પૃથ્વીમાં ધૂમ એટલે ધૂમાડાનું બાહુલ્ય છે, તે ધુમપ્રભા. જે પૃથ્વીમાં તમસ એટલે અંધારાનું બાહુલ્ય છે, તે તમસ્મભા. અને જે પૃથ્વીમાં તમસ્તમ એટલે ગાઢ અંધકાર ચતરફ છવાયેલ છે, તે તમસ્તમ પ્રભા.
- આ સાતેય પૃથ્વીનાં નિરન્વય નામે એટલે માત્ર સંતરૂપે કહેવાતાં નામે અનુકમે ઘમ, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી છે.
આ સાતેય પૃથ્વીને સમુદિત આકાર છત્રાતિછત્ર જે છે, એટલે પ્રથમ નાનું છત્ર, તેની નીચે મેટું છત્ર તેની નીચે વધારે મોટું છત્ર, એમ ક્રમશઃ વિસ્તારવાળા સાત છત્ર હેય તે છે.
અહીં એ પણ જણાવવું જોઈએ કે આ પૃથ્વી જી-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org