________________
તિય"ચ છ
વિવેચન પંચેન્દ્રિય જીને એક વિભાગ તિર્યંચ તરીકે ઓળખાય છે. આ તિર્યંચ માંના કેટલાકને જલચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, કેટલાકને સ્થલચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, તે કેટલાકને ખેચરની સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે. તેમાંથી જલચરની સંજ્ઞા પ્રાપ્ત કરનારા જેને પરિચય અપાઈ ગયે. હવે સ્થલચરની સંજ્ઞા પ્રાપ્ત કરનાર ને પરિચય અપાય છે.
સ્થલચર છે એટલે ભૂમિ કે જમીન પર ફરનારા પશુઓ. તેમના વિવિધ અપેક્ષાએ વિવિધ પ્રકારે પડી શકે છે, પરંતુ અહીં તેમની ચાલવાની ક્રિયા પરથી ત્રણ પ્રકારે પાડવામાં આવ્યા છે : (૧) જે ચાર પગ વડે ચાલે છે, તે ચતુષ્પદ્ધ. (૨) જે ઉર વડે પરિસર્પણ કરે છે– ચાલે છે, તે ઉર પરિસર્પ અને (૩) જે ભુજા વડે પરિસર્પણ કરે છે–ચાલે છે. તે ભુજપરિસર્ષ.
આ દરેક પ્રકારને ઓળખવા માટે તેને એક એક પ્રસિદ્ધ નામ આપવામાં આવ્યાં છે. જેમકે ચતુષ્પદ એટલે ગાય વગેરે. અહીં વગેરે શબ્દથી બળદ, ભેંસ, પાડા, ઘેડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, બકરી, ઘેટાં, હાથી, સિંહ, વાઘ, દીપડા, શિયાળ, સસલાં, કૂતરા, બિલાડી અને એવાં જ બીજાં ચાર પગે ચાલનારાં પ્રાણીઓ સમજવાનાં છે. ઉર પરિસર્પ એટલે સાપ વગેરે. અહીં વગેરે શબ્દથી ચિત્તળ, ધણસા, અજગર અને એવાં જ બીજ પેટ વડે ચાલનારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org