________________
જીવ-વિચાર-પ્રકાશિકા છે. કેટલાક ગર્ભે આઠ કે સાત માસે પણ જન્મે છે અને તે જીવે છે, તે કેટલાક ગર્ભે બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા પછી પણ જન્મ ધારણ કરે છે. ગૂજરાધિપતિ સિદ્ધરાજને જન્મ આ રીતે થયું હતું. ગર્ભની. જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની હોય છે, એટલે કે ગર્ભાધારણ થયા પછી બે ઘડી સુધીમાં પણ તેનું ક્ષરણ થવું હોય તે થઈ જાય છે.
ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છેઃ (૧) કર્મભૂમિમાં જન્મેલા, (૨), અકર્મભૂમિમાં જામેલા અને (૩). અંતરદ્વીપમાં જન્મેલા. જન્મક્ષેત્ર કે જન્મભૂમિની અસર મનુષ્યના જીવન પર બહુ મોટા પ્રમાણમાં થાય છે, એટલે. તેને અનુલક્ષીને આ વિભાગ પાડવામાં આવ્યા છે.
કર્મભૂમિમાં સંસ્કૃતિ હોય છે, શિલ્પ હોય છે, કલા, હિય છે, વિવિધ પ્રકારના વ્યવસાયે હેય છે, તથા ધર્મ પાળવાની અને ધર્મ આચરવાની અનેક પ્રકારની સગવડો હોય. છે, એટલે તેમાં જન્મેલાઓનું સ્થાન અકર્મભૂમિ અને. અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય કરતાં ઘણું ઊંચું ગણાય છે. : અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય યુગલિયા હેય છે, એટલે કે સ્ત્રી. પુરુષનાં જોડકાં રૂપે સાથે જન્મે છે સાથે હરે ફરે છે અને દશા પ્રકારના કયવસેના આધારે પોતાનું જીવન વ્યતીત. કરે છે. વળી તેઓ પરસ્પરના સમાગમથી પ્રજોત્પત્તિ કરે છે અને એ રીતે એ ક્ષેત્રમાં માનવવંશને વેલે લુ રહે છે; પણ સંસ્કૃતિ શિપ, કલા, વ્યવસાય તથા ધર્મના અભાવે તે એકે જાહેર પ્રતિ કરી શકતા નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org