________________
જીવ-વિચાર–પ્રકાશિકા
પરમાધાર્મિક નારક જીને તીક્ષણ શસ્ત્રોથી છેદ કરે છે. પાંચમે રોદ્ર નામને પરમધામિક નારક જીને ભાલા વગેરેમાં પાવે છે, તે છ ઉપરી નામને પરમાધાર્મિક નારક જીવેના અંગે પાંગને તેડે છે. સાતમે અસિ૫ના નામને પરમધાર્મિક તરવારના જેવા આકારવાળાં પત્રનું વન વિફર્વે છે અને તેમાં નારક અને ફેકે છે, તે આઠમે ધનુ નામને પરમધાર્મિક ધનુષ્યમાંથી છડેલાં અર્ધચન્દ્રાદિ બાણ વડે નારક અને વધે છે. નવમે કુંભ નામને પરમાધાર્મિક નારક જીને કુંભાદિમાં પકાવે છે, તે દશમે મહાકાળ નામને પરમાધાર્મિક નારક જીના શરીરમાંથી માંસના ટુકડા કાપી, તેને ખાંડીને, તે નરકેને જ ખવડાવે છે. અગિયારમે કાલ નામને પરમધાર્મિક નારકજીને અગ્નિકુંડ વગેરેમાં પકાવે છે, તે આમે વૈતરિણી નામને પરમાધાર્મિક ઉકળતા લેહી અને પરૂ વગેરેથી ભરેલી વૈતરણ નદી રચીને નારક જીવને તેમાં ડુબાડે છે. તેરમે વાલુક નામને પરમધાર્મિક કબ પુષ્પના આકારવાળી રેતીમાં નારક જીવને ભુજે છે, તે ચૌદમ મહાઘોષ નામનો પરમાધાર્મિક ત્યાંથી નાસી છૂટવાની તૈયારી કરતાં નારક છને મોટેથી બૂમ મારીને રેકે છે અને પંદરમે ખરસ્વર નામને પરમાધાર્મિક નારક અને વજન કાંટાને લીધે ભયંકર એવા શાલ્મલી વૃક્ષ ઉપર ચડાવીને નીચે ખેંચે છે. આ પરમધામિકે અનેક જાતનું પાપ કરીને મૃત્યુ બાદ સમુદ્રની અતિશય અંધારી ગુફાઓમાં અંડગેલિક તરીકે જન્મ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org