________________
૨૩ર
જીવ-વિચાર–પ્રકાશિકા
પ્રાણીઓ સમજવાનાં છે. ભુજપરિસર્યું એટલે ળિયા વગેરે. અહીં વગેરે શબ્દથી ઊંદર, ગરોળી, કાકીડા (કાચંડા) અને એવાં જ બીજા ભુજ વડે ચાલનારાં પ્રાણીઓ સમજવાનાં છે.
ચતુષ્પદ એટલે ચેપગાં પ્રાણીવ્યવહારમાં તેના ગ્રામ્ય પશુ અને વનપશુ એવા બે વિભાગે કરવામાં આવે છે. તેમાં જે પશુઓ મનુષ્ય સાથે હળી ગયેલાં છે અને ગામ-ખેતર વગેરેમાં રહે છે, તે ગ્રામ્ય પશુ કહેવાય છે અને જે પશુઓ મનુષ્યથી દૂર વનપ્રદેશમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે, તે વનપશુ કહેવાય છે.
ગ્રામ્ય પશુઓને મોટો ભાગ પાળેલું હોય છે અને તે મનુષ્યને એક યા બીજા પ્રકારનું કામ આપે છે. દાખલા તરીકે હાથી, ઘોડા, ઊંટ વગેરે સવારીના કામમાં આવે છે, બળદ, પાડા વગેરે ખેતીના કામમાં આવે છે; ગાય, ભેંસ બકરી વગેરે દૂધ દે છે, ગધેડાં, ખચ્ચર વગેરે ભાર ઊંચકે છે અને કૂતરાઓ ઘર, દુકાન, ખેતર કે જનાવરેનાં ટોળાંની ચેકી કરી ઉમદા સેવા બજાવે છે.
વાનરેને પાળવામાં આવે છે તેઓ પણ ચોકીદારનું કામ કરે છે તથા નાચ વગેરે શીખીને ધણીનું દિલ ખુશ કરે છે. વળી કેટલીક વાર તે તેઓ વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
થોડાં વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યારે મુંબઈ નજીક થાણુ જિલ્લાના એક ગામડામાં એક મદારી વાનર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org