________________
જીવ-વિચાર-પ્રકાશિકા
વગીકરણ ઘણું પદ્ધતિસરનું છે અને તે પચેન્દ્રિય તિર્ય ચાને પરિચય મેળવવા માટે અતિ ઉપયોગી છે.
ગાથાના ઉત્તરાર્ધમાં જલચર જીવેના પાંચ ભેદ. જણવેલા છે. તેમાં પ્રથમ નિર્દેશ શિશુમાને કર્યો છે. શિશુમાર એટલે મોટા કદના દરિયાઈ પ્રાણી. તેમાં કેટલાકને આકાર પાડા જે, કેટલાકને ઘડા જે. કેટલાકને સિંહ જે તે કેટલાકને મનુષ્ય જે પણ હોય છે.
જલચરને બીજો ભેદ મત્સ્ય એટલે માછલાં છે. તે રંગે અનેક પ્રકારના હોય છે, તેમ જ રૂપેરી અને સોનેરી આભવાળા પણ હોય છે. કેટલાંક માછલાનાં શરીરમાંથી વીજળી જે પ્રકાશ નીકળે છે અને તે ઘણે દૂરથી દેખાય છે. કેટલાંક માછલા ઉડવાની શક્તિ પણ ધરાવે છે અને તે ટોળાબંધ ઉડી ઉડીને દૂરના પાણીમાં પડે છે. આ રીતે તેમનામાં બીજી પણ અનેક વિશેષતાઓ હોય છે. - આ વર્ગમાં વહેલનું સ્થાન નેધપાત્ર ગણી શકાય, કારણ કે તેનું શરીર અત્યંત કદાવર હોય છે અને તેનામાં. બળ પણ અસાધારણ હોય છે. તે પિતાની પૂંછડીના પાછલા ભાગના એક જ ફટકામાંથી વહાણમાં મેટું ગાબડું પાડી દે છે અને નાનાં વહાણેને તે જોતજોતામાં ઉથલાવી નાખે . છે. તેનું જડબું એટલું મોટું હોય છે કે જ્યારે તેને પહોળું કરે ત્યારે છ ફુટને માનવી તેમાં સીધે ગરકાવ માઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org