________________
૨૧૪.
છવ-વિચાર-પ્રકાશિકા નારકીમાં આવતું નથી. એટલે તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિમાંથી એવેલા છે પિતાનાં કુકર્મોનાં ફળ ભેગવવા અહીં ઉત્પન્ન થાય છે અને પિતાના આયુષ્ય પ્રમાણે અહીં રહી ભયંકર યાતનાઓ ભેગવે છે. આ જીનું આયુષ્ય નિકાચિત હોય છે, એટલે કે તેઓ આયુધ્ય પૂરું થતાં સુધી મરણ પામતા નથી. તાત્પર્ય કે તેમને નિયત સમય સુધી દુખ ભોગવવું જ પડે છે.
નારકીના છ દશ પ્રકારની વેદના ભેગવે છે, તે આ પ્રમાણે
(૧) શીતવેદના–અત્યંત ઠંડીથી ઉત્પન્ન થતી વેદના.
(૨) ઉઘણુવેદના–અત્યંત ગરમીથી ઉત્પન્ન થતી વેદના. પહેલી ચાર નારકીમાં ઉષ્ણવેદના હોય છે, પાંચમી નારકીમાં શીત અને ઉષ્ણ એ બંને વેદના હોય છે અને છઠ્ઠી તથા સાતમી નારકીમાં શીતવેદના હોય છે.
(૩) સુધાવેદના–ભૂખની વેદના. નારક જીવને અશુભ કર્મના ઉદયથી ભયંકર ભૂખ લાગે છે, પણું તેનું શમન થતું નથી, એટલે તેની ભયંકર વેદના અનુભવે છે.
(૪) તૃષાવેદના–તરસની વેદના. નારક જીવને અશુભ કર્મના ઉદયથી ભયંકર તૃષા લાગે છે અને ગમે તેટલું જલ પીએ તે પણ તેમના કંઠ–8તાળુ તથા જીભ અતિ શેષાય છે. એ રીતે તેઓ તૃષાવેદના અનુભવે છે.
(૫) કંડુવેદના–ખરજની વેદના. નારક જીવેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org