________________
પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેર
ઈન્દ્રિમાં નિવૃત્તિ અને ઉપકરણું એવા વિભાગે હોય છે, તેવા વિભાગે મનમાં લેતા નથીએટલે મનને સમાવેશ ઈન્દ્રિમાં ન કરતાં તેને અંતઃકરણ એટલે અંતરનું ઈન્દ્રિય જેવું એક જુદું જ જ્ઞાન-સાધન માનેલું છે.
કેટલાંક વૈજ્ઞાનિક પુસ્તકમાં Sixth sense-છઠ્ઠી ઈન્દ્રિય એ શબ્દપ્રયેળ આવે છે, પણ તે ઔપચારિક સમજવાનું છે. ત્યાં તે એટલું જ કહેવાને હેતુ છે કે પાંચ ઈન્દ્રિય સિવાય બીજી પણ અમુક રીતે જ્ઞાનપ્રાપ્તિ થાય છે, પરંતુ તેને એક પ્રકારની લબ્ધિ સમજવાની છે. વાસ્તવમાં તે ઈન્દ્રિય નથી.
જૈન શાસ્ત્રકારોએ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે ગણાવ્યા છે, તે પરથી ઈન્દ્રિયેના કાર્યને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.
સ્પર્શનેન્દ્રિયને વિષય સ્પર્શન કે સ્પર્શ છે, એટલે તેના વડે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શી જાણું શકાય છે.
રસનેન્દ્રિયને વિષય રસ છે, એટલે તેના વડે કડ, તી, મીઠું, ખાટો અને તુરે એ પાંચ પ્રકારના રસો જાણી શકાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વ્યવહારમાં ષડરસની ગણના થાય છે અને તેમાં આ " પાંચ રસો ઉપરાંત લવણ એટલે ખારા રસને પણ સમાવેશ કરવામાં આવે છે, પણ શાસ્ત્રકારોએ તેને સ્વતંત્ર રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org