________________
=
=
૨૦૨
જીવ-વિચાર-પ્રકાશિકા સીધા સંપર્કમાં આવે ત્યારે તેને ગ્રહણ કરી શકે છે, એટલે તેને પ્રાપ્યકારી કહેવાય છે અને ચક્ષુરિન્દ્રિય તે બાહ્ય વિષય સાથે સંયુક્ત થયા વિના માત્ર એગ્ય ક્ષેત્રાદિસંનિધાનથી જ વિષયને ગ્રહણ કરે છે, એટલે તેને અપ્રાપ્યકારી કહેવાય છે.
હવે ઈન્દ્રિયના સ્વરૂપ પર કેટલાક વિચાર કરીએ. દરેક ઈન્દ્રિયના દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકારે છે, એટલે દ્રવ્ય-સ્પર્શનેન્દ્રિય અને ભાવ-સ્પર્શનેન્દ્રિય, દ્રવ્ય-રસનેન્દ્રિય અને ભાવ-રસનેન્દ્રિય આમ દરેક ઈન્દ્રિયમાં સમજવાનું છે.
દ્રવ્યેન્દ્રિયમાં પણ નિવૃત્તિ (આકૃતિ) અને ઉપકરણ (સાધન-યંત્ર) એવા બે વિભાગ હોય છે અને તે દરેકના પણ બાહ્ય અને અત્યંતર એવા બે બે વિભાગ હોવાથી (૧) બાહ્ય નિવૃત્તિ, (૨) અત્યંતર નિવૃત્તિ, (૩) બાહ્ય ઉપકરણ અને (૪) અત્યંતર ઉપકરણ, એવા કુલ ચાર પ્રકારે થાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયમાં બાહ્ય નિર્વત્તિ અને અત્યંતર નિવૃત્તિને ભેદ નથી. * ઈન્દ્રિયની દૃશ્ય આકૃતિને બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. આપણા મુખમાં જીભ છે, તે રસનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આપણુ મુખમાં જે નમણું નાક છે, તે પ્રાણેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આપણું નાક ઉપર જે બે સુંદર આંખે છે, તે ચક્ષુરિન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે અને આપણા મસ્તકની બંને બાજુ છીપના આકારના જે કાન છે, તે
ન્દ્રિયની બાહ્ય નિર્વત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org