________________
' જીવ-વિચાર-પ્રકાશિકા
ગ્રહણ કરી શકતી નથી. પન્નવણુસૂત્રના ટીકાકાર મહર્ષિએ ઉપકરણના બે ભેદ માન્યા નથી. તેઓ ઉપકરણને અત્યંતર નિવૃત્તિની શક્તિવિશેષ કહે છે.
ભાવેન્દ્રિયના બે પ્રકારે છે : એક લબ્ધિ અને બીજે ઉપગ. તેમાં મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષયે પશમ થાય તેને લબ્ધિ કહેવાય છે અને તેને પરિણામે વિષય સંબંધી જે ચેતના-વ્યાપાર થાય, તેને ઉગ કહેવાય છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે ઉપયોગ તે જ્ઞાનસ્વરૂપ છે, તેને ઈન્દ્રિય કેમ કહેવાય? તેને ઉત્તર એ છે કે ઉપગ એ વાસ્તવિક રીતે નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ એ ત્રણેયનું કાર્ય છે, પણ અહીં કાર્યમાં કારણને આપ કરીને ઉપયોગને ઈન્દ્રિય કહેલી છે.”
પંચેન્દ્રિયની પ્રાપ્તિ એ જીવન-વિકાસના ધેારણે ઘણી ઊંચી ભૂમિકા છે, આમ છતાં બધા પંચેન્દ્રિય જ એક - સરખી સ્થિતિ કે એક સરખી અવસ્થા ભગવતા નથી.
અન્ય શબ્દોમાં કહીએ તે તેમની સ્થિતિ કે અવસ્થામાં -મોટું અંતર હોય છે અને તે જ કારણે શાસ્ત્રકારોએ તેના - ચાર પ્રકારે કે ભેદ પાડેલા છે.
- તેમાં પ્રથમ નિર્દેશ નારક પંચેન્દ્રિય જવાને કર્યો છે, કારણ કે તે ઘણું જ દુઃખ ભેગવે છે. તિર્યંચ અને મનુષ્ય તેની સરખામણીમાં ઘણું ઓછું દુઃખ ભોગવે છે. તિર્યંચ અને મનુષ્યમાં પણ સુખ પર મનુષ્યની સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org