________________
૧૭૨
જીવ-વિચાર-પ્રકાશિકા
- બૂરી થાય છે. તેના મૂળમાં કે થડની આસપાસ અમુક પ્રકારનું ઝેર રેડાતાં તે સૂકાઈ જાય છે, એટલે કે પિતાને પ્રાણ ત્યજે છે. પ્રથમ સૌરાષ્ટ્ર વગેરે દેશમાં હાથલિયા ઘેર ઘણું થતા, પરંતુ એક પ્રકારની દવા છાંટવાથી એની આખી જાતિને લગભગ નાશ થઈ ગયું છે.
છેવટે મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બસુના નિમ્ન - શબ્દોનું અવતરણ કરીને આ પ્રકરણ પૂરું કરીશું
“આપણું પેઠે વૃક્ષ વગેરે વનસ્પતિ ટાઢથી કરી જઈ મુડદાલ થાય છે અને હુંફથી તેજીમાં આવે છે; દારૂ જેવા માદક પદાર્ગોથી વધારે ચંચળ થાય છે અથવા ઘેનમાં પડે છે; ખરાબ હવાથી ગુંગળાઈ જાય છે, અતિ શ્રમથી થાકી જાય છે, સારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી -મૂછ પામે છે, વીજળીથી વિશેષ ચંચળ થાય છે, વરસાદથી સુસ્ત થાય છે, સૂરજની રેશનીથી સ્કુર્તિમાં આવે છે અને ઝેર કે બળાત્કારથી પ્રાણ ત્યજે છે. વૃદ્ધિક્ષય, સુખ-દુઃખ, - ટાઢન્તડકે, થાક-આરામ, નિદ્રા-જાગૃતિ એ સર્વ આપણી માફક તેઓ પ્રકટ કરે છે.”
વનસ્પતિમાં જીવ કે જીવન હોવાની આથી વધારે - સાબીતીએ બીજી કઈ જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org