________________
૧૮૬
જીવ-વિચાર-પ્રકાશિકા
ન્યૂન. પાંચ ઈન્દ્રિયે પૂર્ણ ગણાય છે, તેની તુલનામાં આ ઈન્દ્રિયે અપૂર્ણ કે ન્યૂન છે. એક ઈન્દ્રિય પણ અપૂર્ણ કે પૂન તે કહેવાય જ, પણ પરિભાષાથી તેને સમાવેશ આ વર્ગમાં થતું નથી.
આધુનિક પ્રાણીવિજ્ઞાનમાં જેને “worms and insects-જંતુઓ અને કીડાઓ” કહેવામાં આવે છે, તે આ વિલેન્દ્રિય જીવે સમજવા.
વિકલેન્દ્રિય જેમાં પ્રથમ વર્ણન બે ઈન્દ્રિયવાળા. જીનું કરે છે. અહીં બે ઈન્દ્રિયેથી સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય સમજવી કે જે અનુક્રમે સ્પર્શ કરવાનું તથા વસ્તુને સ્વાદ ચાખવાનું કામ કરે છે.
બે ઈન્દ્રિયવાળા જીવે અનેક પ્રકારના હોય છે, તેમાંના કેટલાકને અહીં નિર્દેશ કર્યો છે. આ જીવેમાંના કેટલાક પાણીમાં ઉત્પન્ન થનારા છે, જેમકે-શંખ, શંખલા, કેડા, જલે, અરિયા, અળસિયા, પિરા વગેરે. કેટલાક જમીન પર ઉત્પન્ન થનારા છે, જેમકે–ચૂડેલ. કેટલાક શરીરમાં ઉત્પન્ન થનારા છે; જેમકેગડેલ અને કૃમિ. અને કેટલાક વાસી રોટલા-રેટલી વગેરેમાં ઉત્પન્ન થનાર છે, જેમકે-- લાળિયા.
આ બધા ત્રસ હવાથી હલનચલન કરતા. દેખાય છે. જે પિરા વગેરેને સૂહમદર્શક કાચથી જોઈએ તે તેની અંગરચના બરાબર જોવામાં આવે છે. લાળિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org