________________
૧૦૦
જીવ-વિચાર-પ્રકાશિકા
બની શકે, તેથી પ્રથમ વર્ણન સંસારી જીનું કરેલું છે. સંસારી જીવે પણ અવસ્થાવિશેષથી બે પ્રકારના છે ? કેટલાક જીવે ભય, ત્રાસ કે દુઃખને અનુભવ થતાં તેના પ્રતિકાર માટે ચેષ્ટાઓ કરી શકે છે, જ્યારે કેટલાક જી. એવી ચેષ્ટાઓ કરી શક્તા નથી. એટલે સમગ્ર સંસારી જીવેના ત્રસ” અને “સ્થાવર એવા બે પ્રકારે પડે છે.
હાલના વૈજ્ઞાનિકે એ એમ માન્યું છે કે જ્યાં પ્રતિકિયા–Response દેખાય, ત્યાં જીવન–(Life) માનવું; એટલે કે આપણે કેઈને સ્પર્શ કરીએ કે કઈ પ્રકારને આઘાત કરીએ અને સામી કંઈ પણ પ્રતિક્રિયા થાય તે સમજવું કે આમાં જીવન છે અને પ્રતિક્રિયા ન થાય તે સમજવું કે આમાં જીવન નથી, પરંતુ આ લક્ષણ અપૂર્ણ છે, અધૂરું છે, કારણ કે કેટલાક જી તથા પ્રકારની સામગ્રીના અભાવે દુખનું સંવેદન થવા છતાં પ્રતિક્રિયા કરી શક્તા નથી, એટલે “ચેતનાઝાળો નીવઃ ” એમ માનવું જ યંગ્ય છે. આ પ્રમાણે માનવાથી સ્થાવર છે જીવરાશિમાંથી બાકાત થતા નથી.
ત્રસ અને સ્થાવરમાં પણ સ્થાવરનું સ્વરૂપ વિશેષ પ્રકારે જાણવા હેવાથી તેનું વર્ણન પ્રથમ કરે છે. સ્થાવર જીવે પાંચ પ્રકારના છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય (૩) અગ્નિકાય (તેજસૂકાય–તેઉકાય), (0). વાયુકાય અને (૫) વનસ્પતિકાય. આને અર્થ એમ સમજવાને છે કે કેટલાક જી પિતાના શરીરને પૃથ્વી રૂપે પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org