________________
પર
જીવ-વિચાર પ્રકાશિક
ભાવાથ
જેની નસા, સંધિસ્થાના તથા પાઁ સ્પષ્ટ જણાતાં નથી, જેને ભાંગતાં સરખા ભાગ થાય છે, જેને ભાંગતાં તાંતણાં જણાતાં નથી તથા જેને છેદીને વાવતાં ફરી ઉગે છે, તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણ્યું. તેથી વિપરીત લક્ષણવાળુ હાય, તે પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર જાણવું.
વિવેચન
સાધારણ વનસ્પતિકાયનું પ્રમુખ લક્ષણ. અનતકાયિત્વ છે, એ પ્રથમ જાળ્યુ છે. હવે શાસ્ત્રમાં તેનાં જે અન્ય લક્ષણા દર્શાવ્યાં છે, તે અહી' કહે છે.
જીવન–સમાસ–પ્રકરણ કે જે આ પ્રકરણની પૂર્વે કેટલાક સમયે ૨૮૬ ગાથાપ્રમાણ રચાયેલું છે અને જેના પર મલધારગછીય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે વિ. સ. ૧૧૬૪માં ૭૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે, તેમાં * સાડત્રીસમી ગાથા તરીકે આ ગાથા નજરે પડે છે. આ પ્રકરણમાં ઘણી ગાથાઓ પ્રાચીન શાસ્ત્રોમાંથી ઉદ્ભરેલી છે, એટલે સભવ છે કે આ ગાથા પણ કોઈ પ્રાચીન શાસ્ત્રમાંથી ઉદ્ધરેલી હોય. તે ઘણી પ્રસિદ્ધ અને પ્રમાણભૂત હોવાનાં કારણે જીવ-વિચાર–પ્રકરણકારે પણ તેને અહીં અક્ષરશઃ ઉદ્ધરેલી જણાય છે.
* જૈન સાહિત્યના ઇતિહાસ, પૃ–૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org