________________
જીવ-વિચાર-પ્રકાશિત
સ્થાવરમાં ચડિયાતું છે. ધાન્યના કેટલા પ્રકાર છે? શાકભાજીના કેટલા પ્રકારે છે? ફળ-ફૂલના કેટલા પ્રકારે છે? અને વનૌષધિ તથા જડીબુટ્ટીઓના પણ કેટલા પ્રકારે છે? આ બધાને વિચાર કરીએ તે કહેવું જ પડે કે પ્રકારની બાબતમાં કોઈ પણ પ્રાણી વનસ્પતિકાયની હરિફાઈ કરી શકે એમ નથી.
જેમ સમગ્ર જીવેના સિદ્ધ અને સંસારી એવા બે મુખ્ય પ્રકારો છે, તેમ સમગ્ર વનસ્પતિકાયના (૧) સાધારણ અને (૨) પ્રત્યેક, એવા બે વિભાગો છે. તેમાં સાધારણનું મુખ્ય લક્ષણ અનંતકાયિત્વ છે; એટલે કે એક જ શરીરમાં અનંત જીવોનું સાથે રહેવાપણું છે. આ લક્ષણને લીધે સાધારણ વનસ્પતિકાયને અનંતકાય એવા બીજા નામે પણ ઓળખવામાં આવે છે.
અહીં કદાચ પ્રશ્ન થશે કે “દરેક દેહ કે શરીરમાં એક જીવ રહી શકે, પણ અનંત જ શી રીતે રહી શકે ?” તેને ઉત્તર એ છે કે એરડામાં જેમ એક દીવાને પ્રકાશ રહી શકે છે અને અનેક દવાઓને પ્રકાશ પણ રહી શકે છે, તેમ એક શરીરમાં એક જીવ પણ રહી શકે છે અને અનેક છે પણ રહી શકે છે. જેમ દીવાના અનેક પ્રકારો સાથે રહેવા છતાં એક બીજા સાથે ટકરાતા નથી, પણ અંદરઅંદર સમાઈ જાય છે, તેમ અનંત જીવે સાથે રહેવા છતાં એકબીજા સાથે ટકરાતા નથી, પણ અંદરોઅંદર સમાઈ જાય છે. વળી અનેક દીવામાંથી એક
Jain Education International
FO ||
For Private & Personal Use Only
www.jainelibrary.org