________________
: ૧૪૮
જીવ-વિરાર-ગ્રાણિક આ વિવેચન સમાપ્ત કરતાં પહેલાં એટલું જણાવી દઈએ કે એક કાળે એક દેશમાં કેટલીક વસ્તુઓને ઉપચગ વિશેષ થતું હોય છે અને તેથી તે પ્રસિદ્ધ હોય છે,
જ્યારે બીજા કાળે કે બીજા દેશમાં તેને ખાસ ઉપયોગ નહિ હેવાથી તેની પ્રસિદ્ધિ હોતી નથી, એટલે આજે ઉપર્યુક્ત કેટલાક પ્રકારે ઓળખવાનું મુશ્કેલ બન્યું છે. વળી કાલના પ્રવાહ સાથે કેટલીક નવી સાધારણ વનસ્પતિ આ દેશમાં દાખલ થયેલી છે. જેમ કે–બટાટા, બીટ વગેરે એટલે તેને સમાવેશ લક્ષણ પરથી સાધારણવર્ગમાં કરી લે જોઈએ.
આ બન્ને ગાથાના વિવરણમાં અમે વૈદક દૃષ્ટિએ કઈ કઈ વાતે લખી છે, તે કેવળ જાણવા માટે છે. બાકી અનન્તકાયના ઉપગમાં અનન્ત જીવેને ધ્વંસ થાય છે, એટલે એ હેયકેટિમાં છે.
મૂળ इच्चाइणो अणेगे, हवंति मेया अणंतकायस्स । तेसिं परिजाणणत्थं, लक्खणभेयं सुए भणियं ॥११॥
સંસ્કૃત છાયા इत्यादयोऽनेके भवन्ति भेदा अनन्तकायस्य । तेषां परिज्ञानार्थ, लक्षणमेतत् श्रुते भणितम् ॥११॥
પદાર્થ દિવાળો–ઈત્યાદિ, આ તથા બીજા પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org