________________
છત્ર-વિચાર-મકાશિત
અમે કહ્યું : “એ શક્તિ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેમાં જણાય છે અને બીજામાં કેમ જણાતી નથી?”
તેમણે કહ્યું: “જ્યાં તેની ઉત્પત્તિ થતી હોય, ત્યાં જણાય. બીજે ક્યાંથી જણાય?” .
અમે કહ્યું: “કૃપા કરીને એ જણાવશો કે ચેતનાની ઉત્પત્તિ શી રીતે થાય છે?”
તેમણે કહ્યું: “અમુક તો મળે એટલે ચેતનાની ‘ઉત્પત્તિ થાય છે.”
અમે કહ્યું: “જે વસ્તુસ્થિતિ એવી જ હોય તે કાપડ, લખંડ અને બીજી વસ્તુઓનાં કારખાનાંની જેમ ગાય, -ભેંસ, હાથી, ઘોડા, મનુષ્ય વગેરે અનેક જીવંત પ્રાણીઓ
બનાવવાનાં કારખાનાં કાઢી શકાય અને તેમને મનગમત - આકાર પણ આપી શકાય. શું કઈ વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરી બતાવ્યું છે ખરો? અને તેનું કોઈ નિશ્ચિત સમીકરણ ઘડ્યું છે ખરું?”
અહીં અમારા વિદ્વાન મિત્ર વિચારમાં પડ્યા. તેમણે અનેક વૈજ્ઞાનિકનાં નામ યાદ ક્ય, પણ કેઈએ તત્ત્વસજનથી ચેતના ઉત્પન્ન કરી હોય અને જીવંત પ્રાણીઓ બનાવ્યાં હોય, એવું યાદ આવ્યું નહિ. તેમની આ મુંઝવણ તરત જ અમારા સમજવામાં આવી ગઈ એટલે અમે કહ્યું: મુમ્બી! જીવંત પ્રાણીઓ બનાવવાનું તે દૂર રહ્યું, પણ સ્વયં કામ કરી શકે એવું મગજ કે સ્વયં જોઈ શકે એવી આંખ કેઈએ બનાવી છે ખરી? અરે! એ વાત પણ જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org