________________
જીવનવિચાર-શિકા બેસી ગયા. તેમણે પિતાની તીવ્ર ધારણ શક્તિથી એ આ પાઠ અવધારી લીધું. બીજા દિવસે, ત્રીજા દિવસે પણ આમ જ બન્યું. આ રીતે કુલ દશ દિવસ રહીને તેમણે દશેય દિવસના દશ પાઠ અવધારી લીધા. પરંતુ આચાર્યશ્રીના કેઈ શિષ્ય. આ પાઠ અવધારી શકયા નહિ. આથી તેઓ ઘણે ખેદ પામ્યા. આ વખતે શ્રીમુનિચન્દ્રસૂરિએ - તેમની આજ્ઞા લઈ દશેય દિવસના પાઠ અણિશુદ્ધ કહી - બતાવ્યા. આથી આચાર્યશ્રીની પ્રસન્નતાને પાર રહ્યો નહિ. તેઓ એકદમ ઊભા થયા અને તેમને આલિંગન કરતાં છેલ્યાઃ “તું તે ધૂળમાં ઢંકાયેલું રત્ન છે. મારી પાસે - રહીને અભ્યાસ કર.”
આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું અને કોઈ સંવેગી સાધુને ઉતરવા માટે સ્થાન મળતું ન હતું. આચાર્યશ્રીએ આ વસ્તુને ખ્યાલ કરી શ્રીમુનિચન્દ્રસૂરિજીને ઉતરવા માટે ટંકશાળ પાછળની એક ઓરડી અપાવી અને - તેમને યે દર્શનને અભ્યાસ કરાવ્યો. કહેવાય છે કે આ - સમયથી પાટણમાં ચિત્યવાસીઓ તરફથી સંવેગીઓને વસતિ મળવા લાગી.
: - હવે સૂરિજીની શાસનપ્રભાવનાના અન્ય અંગ તરફ - એક આછે દષ્ટિપાત કરી લઈ એ. એક વાર તેમણે ધૂલિકેટ (ધૂળિયે કેટ) પડવાની સચોટ આગાહી કરીને ૭૦૦, શ્રીમાળ કુટુંબને બચાવી લીધા હતા અને તેમને ન -ધર્મના દઢ અનુરાગી કર્યા હતા. તેઓ રાજકુમારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org