________________
મંગલ અભિધેય આદિ
એટલે પૂર્વચાના કથન પર અટલ વિશ્વાસ રાખનારા એવા શ્રદ્ધાળુ આત્માઓને તે ગ્રાહ્ય બને છે. અહીં આવું કઈ રસ્પષ્ટીકરણ ન હોય તે સંભવ છે કે પાઠકે તેને સ્વતંત્ર મતનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ? એના વિચારમાં પડે.
ગ્રંથરચનાનું પ્રજન જણાવવાથી પાઠકને ગ્રંથરચનાના હેતુ પર કંઈ શંકા કરવાનું કારણ રહેતું નથી અને અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે, તે જ તેના પઠનમાં પ્રવૃત્ત થાય છે.
પ્રાચીનકાળમાં લગભગ બધા જ દર્શનવાળાએ આ પદ્ધતિનું અનુસરણ કરતા અને તેથી જ્ઞાન-સંપાદનના ક્ષેત્રમાં સુંદર વ્યવસ્થા જળવાઈ રહેતી.
- આ આખી રચનામાં ગાહા છંદને જ ઉપયોગ થયેલે છે કે જેનું લક્ષણ સંસ્કૃત ભાષાની આર્યોને મળતું છે.
:::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org